Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યાના બનાવની શાહી સકાઈ નથી ત્યાં ભુજની વીડી હાઈસ્કૂલના બે વિધાર્થી વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલા મનદુખ અને ગાળાગાળીનું મનદુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવને લઈને કચ્છમાં ચકચાર મચી છે.
આ બનાવની વિગત મુજબ ભુજની વીરજી દેવશી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. 11 અને 10 ના વિધાર્થી વચ્ચે બબાલ સર્જાઈ હતી. જેમાં ધોરણ. 10ના વિધાર્થીને માર મારવામાં આવ્યો હતો.આ બનાવમાં 10 જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થી પર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હતો. આ બનાવમાં આ શાળાના વિદ્યાર્થીએ હાથમાં પહેરવાના પંચ અને કડા વચ્ચે અન્ય વિદ્યાર્થી પર હુમલો કરાયો હતો.
જેમાં માથાના ભાગે લોહી લુહાણ થતાં વિધાર્થીને માથા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં 10થી વધુના વિદ્યાર્થીના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે.આ અંગે શાળાના આચાર્ય પુછતા તેઓએ આ બનાવને સમર્થન આપ્યું હતું. તેમણે આ ઘટનાને ગંભીર ગણાવી હતી. ભુજ શહેરની વીડી હાઇસ્કૂલના આચાર્યએ બંને વિધાર્થીના વાલીને શાળાએ બોલાવી માફી પત્ર લખાવી સમજાવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારના બનાવોને લઈને તેમના વાલીઓએ ચેતી જવું જોઈએ.
આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
