Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર અને ડ્રાઈવર રૂ.50,000 ની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વિગત મુજબ ફરીયાદીની ગાડીઓ રેતી-કપચી વિગેરે માલ ટ્રાન્સફર કરવા સારૂ પ્રાંતિજથી અમદાવાદ ખાતે ફરતી હતી.
આ ગાડીઓ નહી પકડવા અને મોટો દંડ નહી કરવા સારૂ આરોપી પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર જગદીશકુમાર ગણેશભાઇ ડાભીના કહેવાથી મામલતદાર કચેરીના ડ્રાઈવર (આઉટ સોર્સ) કમલેશકુમાર અશોકભાઇ પરમારે ફરીયાદી પાસે ગાડી દિઠ રૂ.10,000 એમ કુલ-5 ગાડીના કુલ રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ ફરીયાદીની ફરીયાદના આધારે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કીંગમાં પાર્ક કરેલ આરોપી કમલેશ પરમારની ઇકો ગાડીમાં.લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી કમલેશ પરમારએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
