Ahmedabad News/ ભાઈ-બહેનના પવિત્ર પર્વે મુસાફરી બનશે આરામદાયક અને નિઃશુલ્ક

રક્ષાબંધન નિમિતે બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરી – અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ૯ ઑગસ્ટે વિશેષ વ્યવસ્થા

Gujarat Ahmedabad

Ahmedabad News : આ વર્ષે રક્ષાબંધનનો પાવન તહેવાર ૯ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે.

BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે ૯ ઑગસ્ટના રોજ સવારના ૬:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦:૪૫ વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.આ વ્યવસ્થા માત્ર મહિલાઓ માટે જ લાગુ રહેશે. તેમની સાથે મુસાફરી કરતા અન્ય પુરુષો અથવા બાળકો માટે નિયત ભાડું ભરીને ટિકિટ લેવી ફરજિયાત રહેશે.

આ જાહેરાતથી સ્પષ્ટ છે કે મહિલા સુરક્ષા અને સન્માનના ભાવ સાથે પરિવહન સેવા વધુ સહજ બની રહી છે. આમ, BRTS દ્વારા કરવામાં આવેલી આ પહેલને શહેરના સામાજિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય એમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા અમિત શાહ

આ પણ વાંચો:ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

આ પણ વાંચો:ગ્રામીણ સ્વ સહાય જૂથ-સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયા સહકારી બેંકો સરળતા સાથે વેગવાન બનાવે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ