Saurashtra University/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવાયો છે…….

Top Stories Gujarat Rajkot

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરી દેવાઈ છે. યુનિ.સંલગ્ન LLMની કોલેજોની માન્યતા રદ્દ કરાતા ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ માન્યતા રદ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે. LLM કોલેજોને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના નિયમ વિરૂદ્ધ હોવાથી વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ આપેલી માન્યતા રદ્દ કરવાનો નિર્ણય બૉર્ડ ઑફ મેન્જમેન્ટની મિટિંગમાં લેવાયો છે. 6 કોલેજોમાં 460 જેટલાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે.

કુલપતિ દ્વારા જે કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલી કોલેજ, અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજ, લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં