india weather update/ ઉત્તર ભારતમાં બદલાયું હવામાન, દિલ્હી-એનસીઆરમાં વરસાદથી ગરમીમાં રાહત

ઉત્તર ભારત (North India) માં ભારે ગરમી બાદ હવામાનમાં મોટો ફેરફાર, દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી સાથે IMDનું એલર્ટ જાહેર.

Top Stories India
North India

Weather Update: ઉત્તર ભારત (North India) માં છેલ્લા કેટલાક દિવસોથી પડતી ભારે ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે આજે પણ અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાઓની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હીમાં આજે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આ ચેતવણી 31 મે સુધી યથાવત રહેશે. ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે તે ઘટીને 36 ડિગ્રી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન પણ 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે.

North India

ઉત્તર પ્રદેશ (North India)  ના અનેક જિલ્લાઓમાં વરસાદ અને કરા

ઉત્તર પ્રદેશ ના બદાયૂં, ઝાંસી સહિત અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. IMDએ રાજ્યના લગભગ 60 જિલ્લાઓમાં કરા પડવાની ચેતવણી આપી છે, જ્યારે 10થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુઝફ્ફરનગર, બિજનૌર, અમરોહા, મુરાદાબાદ, સહારનપુર અને શામલી સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશ તેમજ બુંદેલખંડ વિસ્તારમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે.

પૂર્વ ભારતના રાજ્યોમાં પણ એલર્ટ

હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને ઓડિશા અને બિહારમાં ભારે વરસાદ અને તેજ પવન સામાન્ય જનજીવનને અસર કરી શકે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ગઈકાલે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. IMD અનુસાર 31 મે સુધી ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

North India

પહાડી રાજ્યોમાં પણ હવામાન વિભાગની ચેતવણી

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ, કરા અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરકાશી, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને ચમોલી સહિત ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના કાંગરા, કુલ્લુ અને મંડી સહિતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો: વિશ્વમાં સૌથી ગરમ રહ્યું રાજસ્થાનનું શ્રીગંગાનગર, 48.2 ડિગ્રી તાપમાન સાથે ઉત્તર ભારતમાં હીટવેવ

આ પણ વાંચો: પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયાઓનું મૌન એ ગુનો નથી, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેરકાયદેસર બંધ મકાનમાં ફટાકડા બનાવતા વિસ્ફોટ, 2ના મોત અને 3 ઘાયલ