National News/ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન ચીનની એરસ્પેસમાંથી પાછું ફર્યું, 8 કલાક હવામાં રહ્યું

દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની(Air India) ફ્લાઇટમાં ચીનની એરસ્પેસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ 230 મુસાફરો સાથે દિલ્હી પરત ફર્યું છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

Top Stories NATIONAL India
Air India

Air India Flight Technical Snag 2026: દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI173 માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં તેને પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. બોઇંગ 777-300 ER એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે 230 જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.

ચીનની એરસ્પેસમાંથી પ્લેન પાછું વળાયું(Air India)

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com ના ડેટા અનુસાર, આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે 8 કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે બુધવારે સવારે દિલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવાયું હતું.

એર ઇન્ડિયાએ મુસાફરો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થા

આ ઘટના અંગે એર ઇન્ડિયાના(Air India) પ્રવક્તાએ જણાવ્યું કે, “27 May ના રોજ ફ્લાઇટ AI173 ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી છે. એરક્રાફ્ટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મુજબ તેની ઝીણવટભરી તકનીકી તપાસ કરવામાં આવશે.” એરલાઇન્સે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તમામ 230 મુસાફરોને પહોંચાડવા વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ રહી છે, ત્યાં સુધી એરપોર્ટ પર હોટેલ સ્ટે અને રિફ્રેશમેન્ટ સહિતની સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


આ પણ વાંચો: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન ચીનની એરસ્પેસમાંથી પાછું ફર્યું, 8 કલાક હવામાં રહ્યું

આ પણ વાંચો: એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું 

આ પણ વાંચો: રનવે પર મોટો ખતરો! એર ઈન્ડિયા એક્સપ્રેસનું પૈડું તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ