Junagadh News : જુનાગઢમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર નાગા સાધુઓની ભવ્ય રવાડીનો પ્રારંભ થયો છે. જૂના અખાડાથી નીકળેલી આ રવાડીમાં દેશભરમાંથી આવેલા અનેક નાગા સન્યાસીઓ જોડાયા છે. આ રવાડીમાં નાગા સાધુઓએ વિવિધ પ્રકારના અદ્ભુત કરતબો દર્શાવ્યા, જેને જોઈને ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

રવાડી પૂર્ણ થયા બાદ, તમામ સાધુ-સંતો પરંપરા અનુસાર મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કરશે. આ સ્નાનનું મહાશિવરાત્રીમાં વિશેષ મહત્વ છે. આ રવાડી અને સ્નાન દરમિયાન ભક્તો “હર હર મહાદેવ” ના નાદથી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી રહ્યા છે.

આ રવાડીમાં નાગા સાધુઓ દ્વારા કરવામાં આવતા કરતબો પ્રાચીન પરંપરાનો એક ભાગ છે, જે શિવ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન કરે છે. આ દૃશ્યો જોઈને ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત થાય છે.
@ Ammar Bakhai
આ પણ વાંચો: 2025 ના મહાકુંભ મેળામાં કેટલા લોકોએ સ્નાન કર્યું ? CM યોગીએ આંકડો જણાવ્યો
આ પણ વાંચો: મહાકુંભના અંતિમ સ્નાનનો પ્રારંભ, ભક્તો મોટી સંખ્યામાં ત્રિવેણી ઘાટ પહોંચ્યા
આ પણ વાંચો: મંત્રાલયના 7મા માળેથી એક વ્યક્તિએ કૂદકો માર્યો, કારણ જાણીને તમે ચોંકી જશો
