Gujarat Rains/ વલસાડ વરસાદથી જનજીવન કર્યું અસ્તવ્યસ્ત, ઘર પાણી ઘુસતા લોકો થયા હેરાન પરેશાન

વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ ચાલી રહી છે.ધોધમાર વરસાદના કારણે ઝૂલવણ ખાડી પર વરસાદી પાણી ફરી વળ્યા છે.ખાડી પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો માટે અવર જવર બંધ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.  ત્યારે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ ચાલી રહી છે.ધોધમાર વરસાદના કારણે ઝૂલવણ ખાડી પર વરસાદી પાણી ફરી વળ્યા છે.ખાડી પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો માટે અવર જવર બંધ કરવામાં આવી છે.વલસાડમાં ધરમપુરની અવર જવર માટે આ બ્રિજ ઉપયોગી છે.પણ વરસાદને કારણે તેને બંધ કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે.

જિલ્લામાં વરસાદની હેલી યથાવત્ જોવા મળી રહી છે. તો તાલુકાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પારડીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે..નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ફરી વળ્યા છે..છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 6.61 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં  ધરમપુરમાં 5.35 ઈંચ , પારડીમાં 6.65 ઇંચ, કપરાડામાં 3.34 ઈંચ , ઉમરગામમાં 4.92 ઇંચ અને વાપીમાં 5.23 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આંબેડકર નગરના આ વિસ્તારમાં ગરીબ પરિવારો રહે છે. બે દિવસથી ઘરોમાં પાણી હોવાથી લોકોને રહેવું પણ દુષ્કર થઈ રહ્યું છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી બે દિવસથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ઘરમાં સામાન પલાળવાની સાથે રહેવા જમવાની પણ અગવડ પડી રહી છે. રાત્રે પણ વરસાદ વરસતા લોકોએ ઉજાગરા કરવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લો વાપી નગરપાલિકા સમક્ષ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક