@અમિત રૂપાપર
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગત મોડી રાતે જ સૂરત શહેરમાં શરૂ થયેલા વરસાદના કારણે રહેલી સવારથી જ શહેરમાં ક્યાંક પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો ક્યાંક રસ્તા બેસી ગયા હતા. સુરતમાં મોડી રાતથી જ પડેલા વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.

ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં જૂની સિવિલ હોસ્પિટલથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી જવાના રસ્તા વચ્ચે પાણી ભરાઈ ગયું હોવાના કારણે આ રસ્તો બંધ કરવો પડ્યો હતો. મહત્વની વાત છે કે, એક તરફ મેટ્રોની કામગીરી ચોક બજારમાં ચાલી રહી છે તો બીજી તરફ વરસાદી પાણી રસ્તા પર ભરાવાના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.

ચોક બજાર જૂની સિવિલ હોસ્પિટલથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીનો રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે મેયર હેમાલી બોઘાવાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને પાણીના નિકાલ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. ગત મોડી રાતથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે જે વરસાદ પડી રહ્યો હતો. તેને લઈને લોકોને વહેલી સવારથીનો હાલાકીનો સામનો કરવો પડે રહ્યો હતો. તેથી જ મેયર સવારથી જ ફિલ્ડ પર જોવા મળ્યા હતા. તેમને સેન્ટ્રલ ઝોન તેમજ કતારગામ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી.
![]()
સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા નવસારી બજારમાં પૂતળી સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વાતની જાણ મેયર હેમાલી બોઘાવાલાને થતા તેઓ તાત્કાલિક આ જગ્યા પર પહોંચ્યા હતા અને સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની સૂચના આપી હતી.

તો સાથે જ સુરતમાં લિંબાયત વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લિંબાયત વિસ્તારમાં રેલવે લાઇન નજીક રસ્તા પર પાણી ભરાયું હતું. રેલવે લાઈનને અડીને આવેલી દિવાલ પાસે પાણી ભરાયું હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત છે કે, ચોમાસા પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ સુરતમાં પડેલા વરસાદે પ્રીમોનસૂન કામગીરીની પોલ છતી કરી છે.
આ ઉપરાંત સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. પાંડેસરાના નવા કોમ્પલેક્ષ પાસે રોડ બેસી ગયો હોવાના કારણે ટેમ્પોનું ટાયર જમીનમાં ઘસી ગયું હતું. પાંડેસાના નવા કોમ્પ્લેક્સ પાસે રોડ બેસી જવાની આ ઘટના સામે આવતા જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને ડ્રેનેજ લાઈનની કામગીરી યોગ્ય રીતે ન થતા રસ્તો બેસી ગયો હોવાના પણ સ્થાનિક લોકોના આક્ષેપ છે.

આ પણ વાંચો:બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી
આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક
આ પણ વાંચો:અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી
આ પણ વાંચો:24 જુલાઈએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
આ પણ વાંચો:રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ
