Ahmedabad Rainfall/ અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી. એક ઇંચ વરસાદમાં જ શહેરના કેટલાય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

Top Stories Gujarat
Ahmedabad rain 1 અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ પ્રીમોનસૂન Ahmedabad-Rain કામગીરીની પોલ ખોલી દીધી હતી. એક ઇંચ વરસાદમાં જ શહેરના કેટલાય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. આના પગલે તંત્રએ હવે કયા પ્રકારની પ્રી-મોનસૂન કામગીરી કરી તેના અંગે સવાલ ઉઠી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું જો કે બપોરના સમયે ભારે બફારાને લીધે લોકો અકળાયા હતા ત્યારે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો.

અનેક વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી Ahmedabad-Rain ભરાઈ ગયા હતા. રાત્રિના આઠ કલાક સુધીમાં સરખેજ-મકતમપુરા વિસ્તારમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતા નિચાણવાળા સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. સાંજના સમયે વરસેલા વરસાદના કારણે માનસી સર્કલ ઉપરાંત હેલમેટ ચાર રસ્તા તથા વિજય ચાર રસ્તા ખાતે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા. વરસાદી પાણી કેટલીક દુકાનો સુધી પહોંચી ગયા હતા.

Ahmedabad rain 2 અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

રાજ્યના સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર તેની Ahmedabad-Rain અસર જોવા મળી હતી. અનેક જગ્યાએ પાણી ભરાય જતા વાહનવ્યહાર પર તેની અસર થઈ હતી. અમદાવાદ અને રાજકોટ નેશનલ હાઈવે પર હાલ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે તેમજ અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે જેના પગલે અનેક જગ્યાએ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે ગઈકાલે હાઈવે પર અનરાધાર વરસાદ વરસતા તેમા વરસાદી પાણી ભરાઈ જતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. આ ટ્રાફિક જામની જાણ પોલીસ અને આરએન્ડબીના અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિકને ક્લીયર કરાવ્યો હતો. જો કે થોડીવાર બાદ ફરી વરસાદ શરૂ થતા જ ટ્રાફિકજામ થઈ ગયો હતો.

મંગળવાર રાજ્યનાં 35 જેટલા તાલુકાઓમાં એક ઈંચથી વધુ Ahmedabad-Rain વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન સૌથી વધુ ભાવનગર, નવસારી, સુરત, વલસાડ, તાપી, ભરૂચ અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના મુંદ્રામાં સોમવાર રાત્રે 10 વાગ્યાથી લઇને મંગળવાર તા.27નાં બપોરે 2 વાગ્યા સુધીના 16 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં 2.44, સુરત અને તાપી જિલ્લામાં 2 ઈંચ સુધીનો જ્યારે ઘોઘા-વલ્લભીપુરમાં અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડમાં 2.44 ઈંચ વરસાદ પડયો હતો. સવારે બાળકોએ સ્કૂલ જવાના સમયે વરસાદ પડતાં વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડયો હતો.

 

આ પણ વાંચોઃ Rain-Gujarat/ ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચોઃ નિવેદન/ કેબિનેટ મંત્રી નિતીન ગડકરીનો મોટો દાવો,અમેરિકા બાદ ભારતનું સૌથી મોટું રોડ નેટવર્ક

આ પણ વાંચોઃ Injured/ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા CM મમતા બેનર્જી વ્હીલચેર પર જોવા મળ્યા,ડૉકટરે આપી આ સલાહ

આ પણ વાંચોઃ VISIT/ દિલ્હીમાં રાહુલ ગાંધી બાઇક રીપેર કરતા જોવા મળ્યા,કારીગરો અને વેપારીઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ Security/ અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા પહેલીવાર ITBP કરશે