Rain-Gujarat/ ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ હવે વધુને વધુ જિલ્લાઓ અને તાલુકાઓને આવરી રહ્યો છે. મંગળવારે ગુજરાતમાં 154 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ઉમરગામમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ થયો હતો.

Top Stories Gujarat
Rain Gujarat 3 ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ Gujarat-Heavy rain હવે વધુને વધુ જિલ્લાઓ અને તાલુકાઓને આવરી રહ્યો છે. મંગળવારે ગુજરાતમાં 154 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ઉમરગામમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે છેલ્લા 48 કલાકમાં તો ઉમરગામમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગરમાં મંગળવારે સાંજે વધુ વરસાદ

મંગળવારે બપોરે ચાર વાગ્યા પછી સૌથી વધુ વરસાદ Gujarat-Heavy rain ભાવનગર જિલ્લામાં 60 મીમી નોંધાયો છે. વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. આજ સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે સાંજના સમયે અચાનક શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.

Rain Gujarat 1 ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ
રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યુ છે અને અનેક જિલ્લાઓમાં અનરાધાર Gujarat-Heavy rain વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે અને વરસાદી Gujarat-Heavy rain માહોલ બરોબર જામ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા સૌથી વધુ સુરતા જિલ્લાના બારડોલીમાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વાલોડમાં 4.5 ઈંચ, મહુવામાં 4 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ, મુંદ્રામાં સવા બે ઈંચ તેમજ ગણદેવીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાજ, નવસારી, વલસાડ, સુરત, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચોઃ નિવેદન/ કેબિનેટ મંત્રી નિતીન ગડકરીનો મોટો દાવો,અમેરિકા બાદ ભારતનું સૌથી મોટું રોડ નેટવર્ક

આ પણ વાંચોઃ Injured/ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા CM મમતા બેનર્જી વ્હીલચેર પર જોવા મળ્યા,ડૉકટરે આપી આ સલાહ

આ પણ વાંચોઃ VISIT/ દિલ્હીમાં રાહુલ ગાંધી બાઇક રીપેર કરતા જોવા મળ્યા,કારીગરો અને વેપારીઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ Security/ અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા પહેલીવાર ITBP કરશે

આ પણ વાંચોઃ Uniform Civil Code/ સિવિલ કોડ પર PM મોદીના નિવેદનથી ખળભળાટ,મુસ્લિમ નેતાઓમાં દોડધામ,બેઠક બોલાવવામાં આવી