Not Set/ સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં કરૂણ મોત

ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં બાઢડા ગામ નજીક એક મોટી દુર્ઘટના બની છે. જણાવી દઇએ કે, અહી મોડી રાત્રીએ એક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 9 લોકોનાં મોત થયા છે.

Top Stories Gujarat Others
11 204 સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં કરૂણ મોત
  • સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 9 લોકોનાં મોત
  • મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા બની ઘટના
  • ટ્રકચાલકે કાબુ ગુમાવતા 10 ફુટનાં ખાડામાં ટ્રક ખાબક્યો
  • નીચે ઝૂંપડા કરી સુતેલા 8 લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત
  • અન્ય 4 ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા
  • સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ

ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં બાઢડા ગામ નજીક એક મોટી દુર્ઘટના બની છે. જણાવી દઇએ કે, અહી મોડી રાત્રીએ એક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોનાં મોત થયા છે.

11 198 સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં કરૂણ મોત

આ પણ વાંચો – નિવેદનથી અટકળો તેજ / રાજસ્થાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું સચિન પાયલોટ ટૂંંક સમયમાં ભાજપમાં સામેલ થશે

આપને જણાવી દઇએ કે, સાવરકુંડલાનાં બાઢડા નજીક મહુવા તરફ જતા ટ્રકે મધરાત્રીએે અચાનક કાબુ ગુમાવતા મોટા અકસ્માત સર્જાયો હતો. ટ્ર્ક લગભગ 10 ફૂંટ ઉંડા ખાડામાં ખાબકી હતી, જ્યા નીચે ઝૂંપડામાં સુતેલા 8 લોકોનાં કચડાઈને કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ બનાવ રાત્રીનાં લગભગ 2.30 વાગ્યે બન્યો હતો. વળી મળતી માહિતી અનુસાર, સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરાઇ છે.

11 197 સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં કરૂણ મોત

  • સાવરકુંડલાનાં બાઢડા નજીક કરૂણાંતિકાનો મામલો
  • SP નિર્લિપ્ત રાયનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન
  • સમગ્ર ઘટનામાં સત્તાવાર રીતે આઠ લોકોનાં મોત
  • ઘટનામાં ટ્રકચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ
  • ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
  • સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રકે આઠ લોકોને કચડતાં મોત
  • ઘટનામાં અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

આ સમગ્ર ઘટનાને લઇને SP નિર્લિપ્ત રાયે મંતવ્ય ન્યૂઝ પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ‘આ સમગ્ર ઘટનામાં સત્તાવાર રીતે આઠ લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી છે. હવે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

11 199 સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં કરૂણ મોત

અમરેલી જિલ્લામાં બનેલી દુઃખદ ઘટનાને લઇને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી અને સાથે મૃતકોનાં પરિવારને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું.

અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.

મૃતકોનાં નામ   –   વર્ષ

શકુન સોલંકી           13
પૂજા સોલંકી            08
હેમરાજ સોલંકી       37
નવગણ સાંકા          65
વિરામ રાઠોડ           35
લાલો રાઠોડ             20
નરસિંહ સાંકડા        60

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…