UNITED NATIONAS/ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ આપવા જબરજસ્ત સમર્થન

સુરક્ષા પરિષદમાં ભારતને વધારે મોટી ભૂમિકા પૂરી પાડવા માટે ચીન સિવાયના બધા દેશો તૈયાર છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને રશિયા ઇચ્છે છે કે ભારતને અને આફ્રિકન પ્રતિનિધિને સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્યોની પરિષદમાં સ્થાન મળે.

Top Stories India
UN સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ આપવા જબરજસ્ત સમર્થન

UN સુરક્ષા પરિષદમાં ભારતને (India) વધારે મોટી ભૂમિકા પૂરી પાડવા માટે ચીન(China) સિવાયના બધા દેશો તૈયાર છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને રશિયા ઇચ્છે છે કે ભારતને અને આફ્રિકન પ્રતિનિધિને સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્યોની પરિષદમાં સ્થાન મળે. તેઓ માને છે કે લગભગ દોઢ અબજની વસ્તી ધરાવતા દેશના પ્રતિનિધિત્વને અવગણી કઈ રીતે શકાય. યુએનને પ્રભાવકારક રીતે ચલાવવું હોય તો ભારત અને આફ્રિકાનો સમાવેશ જરૂરી છે. લગભગ અઢી અબજ લોકોનું પ્રતિનિધિત્વ યુએનની બહાર કઈ રીતે રઈ શકે. યુએન બંનેને સમાવીને જ સર્વસમાવેશક બની શકે. ભારતને કાયમી સભ્યપદ આપવાનો વિરોધ કરતું હોય તો તે ચીન છે, જેને ભારતે પોતે હાથે ચાલીને કાયમી સભ્યપદ અપાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સામે ફ્રાન્સે (France), ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાનને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.  વતી પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્રના દેશોને કહ્યું કે સંઘમાં વધુ નવા દળોને પણ સામેલ કરવા જોઈએ, જે સક્ષમ હોય અને જવાબદારી પણ સમજે. યુએનમાં ફ્રાન્સના કાયમી પ્રતિનિધિ નથાલી બ્રોડહર્સ્ટે જણાવ્યું હતું કે, ફ્રાન્સની સ્થિતિ ખૂબ જ સ્થિર અને મજબૂત છે. અમે નવા વિશ્વના અન્ય પ્રતિનિધિઓને કાઉન્સિલમાં ઉમેરવા માંગીએ છીએ. તે સંસ્થાની સત્તા અને પ્રભાવને વધુ મજબૂત કરશે.

નથાલી બ્રોડહર્સ્ટે ‘સુરક્ષા પરિષદના સભ્યપદમાં સમાન પ્રતિનિધિત્વ અને વૃદ્ધિ અને સુરક્ષા પરિષદને લગતી અન્ય બાબતો’ વિષય પર યુએન જનરલ એસેમ્બલીની પૂર્ણ બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, આપણે એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેઓ નવા દળો તરીકે ઉભરી રહ્યા છે અને કાઉન્સિલના સભ્યો બનવા અને જવાબદારી લેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધારીને 25 કરી શકાય છે. ફ્રાન્સ ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાનના કાયમી સભ્યપદને સંપૂર્ણ સમર્થન આપે છે. આ દરમિયાન તેમણે આફ્રિકન દેશોને આગળ આવવા અને જવાબદારી નિભાવવા માટે પણ આહ્વાન કર્યું.

સુરક્ષા પરિષદમાં ચીન સિવાય બધાનું ભારતને સમર્થન
બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ(Brazil)ના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. બ્રિટિશ રાજદૂત બાર્બરા વુડવર્ડે સુરક્ષા પરિષદના સુધારા પર જનરલ એસેમ્બલીની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે બ્રિટન લાંબા સમયથી સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓમાં સુરક્ષા પરિષદના વિસ્તરણ માટે દબાણ કરી રહ્યું છે.

તેમણે કહ્યું, યુકેએ લાંબા સમયથી સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓમાં સુરક્ષા પરિષદના વિસ્તરણ માટે દબાણ કર્યું છે. અમે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ માટે નવી કાયમી બેઠકોની રચના સાથે કાઉન્સિલમાં કાયમી આફ્રિકન પ્રતિનિધિત્વને સમર્થન આપીએ છીએ. અમે કામચલાઉ કેટેગરીના વિસ્તરણને પણ સમર્થન આપીએ છીએ. વૂડવર્ડે કહ્યું કે આ ફેરફારો સાથે, કાઉન્સિલ વર્તમાન વિશ્વની વધુ પ્રતિનિધિત્વ કરશે. સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યોમાંથી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાએ સંસ્થામાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો

Gujarat Assembly Election 2022/ ગુજરાત ચૂંટણી ફરજમાંથી હટાવ્યા બાદ આવ્યો

Online Food Delivery/ ફૂડ ડિલિવરી માટે 30,000 કિ.મી.નો પ્રવાસ