Entertainment/ ફેમસ બ્યુટી ક્વીનની રેસ્ટોરન્ટમાં ગોળી મારી હત્યા, ફેશન જગતમાં શોકની લહેર

પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

Entertainment Trending

Landy Párraga Goyburo Passes Away:ફેશન જગતમાંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લેન્ડીનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે લોસ રિયોસ પ્રાંતમાં સ્થિત એક શહેરમાં એક રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. ત્યારે અચાનક કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને લેન્ડીને જાહેરમાં ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર આવતા જ ફેશન જગતમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.

વાયરલ થઈ રહ્યા છે CCTV ફૂટેજ

એક અહેવાલ અનુસાર, ઇક્વાડોરની સુંદરતા લેન્ડી પર્રાગા ગોયબુરોનું એક કુખ્યાત ગેંગ લીડર સાથે અફેર હતું. આ ભયાનક ઘટના સામે આવેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને લેન્ડીને તેમજ ત્યાં હાજર એક વ્યક્તિને ગોળી મારી દીધી. એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો, જ્યારે બીજો દરવાજે ઊભો રહીને નજર રાખતો હતો. ફાયરિંગ કર્યા બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ હુમલાની તપાસમાં લાગી ગઈ છે

અહેવાલ અનુસાર સ્થાનિક મીડિયા આઉટલેટ ઇક્વાવીસાએ અહેવાલ આપ્યો છે કે લેન્ડી પર્રાગા ગોયબુરો એક દિવસ પહેલા લગ્નમાં હાજરી આપવા આવી હતી. બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલા પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પોલીસે ગુનેગારોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે 23 વર્ષની નાની ઉંમરે લેન્ડી પર્રાગા ગોયબુરો ભૂતપૂર્વ બ્યુટી ક્વીન તરીકે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ સિવાય લેન્ડીએ પોતાની સ્પોર્ટસવેર લાઇન પણ ચલાવી હતી. તેમના આકસ્મિક નિધનથી તેમના ચાહકો માટે મોટો આઘાત લાગ્યો છે. હાલ પોલીસ આ હુમલા પાછળ કુખ્યાત ગેંગ અને તેના લીડરની તપાસમાં વ્યસ્ત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કરોડો રૂપિયા ખર્ચવા છતાં 2 મહિનામાં બંધ થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા શો’

આ પણ વાંચો:બોયફ્રેન્ડ સાથે ઝઘડા પછી હોટેલ માંથી ટોપલેસ બહાર આવી બ્રિટની સ્પીયર્સ,જાણો પછી શું થયું?

આ પણ વાંચો:શું તારક મહેતાના સોઢીએ પોતે ગાયબ થવાનું આયોજન કર્યું હતું ?,જાણો શું છે હકીકત

આ પણ વાંચો:ભારતી સિંહની તબિયત બગડી, આ બીમારીને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી