બોલીવુડ/ જેકલીન ફર્નાન્ડીઝની માતાને આવ્યો હાર્ટ એટેક, પરંતુ તેણી ખબર પૂછવા પણ જઈ શકશે નહિ..

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે નવા વર્ષની શરૂઆત સારી રહી નથી. તેની માતા કિમ ફર્નાન્ડિસની તબિયત ખરાબ છે. જેકલીનની માતાને બહેરીનમાં હાર્ટ એટેક આવ્યો છે

Entertainment

જેકલીનની માતા હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. જેકલીન તેના સંબંધીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. ઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં પણ જેકલીનની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના કારણે જેકલીન દેશની બહાર પ્રવાસ કરી શકતી નથી. તેથી જ જેકલીન ફેસ ટાઈમ દ્વારા તેની માતાની સંભાળ લઈ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે નવા વર્ષની શરૂઆત સારી રહી નથી. તેની માતા કિમ ફર્નાન્ડિસની તબિયત ખરાબ છે. જેકલીનની માતાને બહેરીનમાં હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.રાહતની વાત એ છે કે જેકલીનની માતા ખતરાની બહાર છે.

જેકલીનની માતા હોસ્પિટલમાં દાખલ છે

જેકલીનની માતા હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. જેકલીન તેના સંબંધીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. ઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં પણ જેકલીનની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના કારણે જેકલીન દેશની બહાર પ્રવાસ કરી શકતી નથી. તેથી જ જેકલીન ફેસ ટાઈમ દ્વારા તેની માતાની સંભાળ લઈ રહી છે. જેકલીનના માતા-પિતા ઘણા વર્ષોથી બહેરીનમાં રહે છે.

જેકલીન ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કનેક્શનમાં ફસાઈ
જેકલીન ફર્નાન્ડીઝ ગયા વર્ષથી હેડલાઈન્સમાં છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે તેના સંબંધો ચર્ચામાં છે. ED 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ સાથે જેકલીનના કનેક્શન પર ચાંપતી નજર રાખી રહી છે. સુકેશ પાસેથી ગિફ્ટની લેવડ-દેવડ અંગે EDએ જેકલીનની અનેકવાર પૂછપરછ પણ કરી છે. જેકલીન અને સુકેશ વચ્ચે અફેર હોવાની અટકળો પણ ચાલી રહી છે. જો કે અભિનેત્રીએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

https://www.instagram.com/p/CU7GHcoNo71/?utm_source=ig_embed&ig_rid=aaea0d0f-340d-4b54-af98-ad9a2efe2c92

 

જેકલીનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુનો એક ભાગ છે. તે આ ફિલ્મ માટે નુસરત ભરૂચા અને અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી ચૂકી છે. તે અક્ષય કુમાર, કૃતિ સેનન સાથે બચ્ચન પાંડેમાં પણ જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ સાથે જેકલીન પણ ચાહકો જોવા મળશે. અભિનેત્રી જોન અબ્રાહમ સાથે ફિલ્મ એટેકમાં કામ કરી રહી છે. એકંદરે જેકલીન પાસે કામની કોઈ કમી નથી. તેમના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે.

જેકલીન પરિવારને મિસ કરે છે

જેકલીન તેના પરિવારથી દૂર રહીને તેને ખૂબ જ મિસ કરે છે. તે સોશિયલ મીડિયા પર ફેમિલી સાથે ફોટો શેર કરતી રહે છે. જેકલીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાના કેસ જોઈને તેના માતા-પિતાને તેની ચિંતા થાય છે. તેઓ ઈચ્છે છે કે તે તેમની સાથે બહેરીનમાં રહે.

બુલી બાઈ એપ / ઉત્તરાખંડની મહિલા નીકળી મુસ્લિમ મહિલાઓના અપમાનની માસ્ટરમાઈન્ડ, કરાઇ ધરપકડ

Covid-19 cases / રાજ્યમાં રોકેટ ગતિથી વધતા કોરોના કેસ, છ જિલ્લાઓ હાઇ રિસ્ક ઝોન સાબિત થઈ રહ્યા છે

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..?