રિયાલિટી શો ‘બિગ બોસ 18’ની તે ક્ષણ આખરે આવી ગઈ છે, જેની બધા ત્રણ મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. હોસ્ટ સલમાન ખાને આ સિઝનના વિજેતાના નામની જાહેરાત કરી છે. કરણ વીર મહેરાએ આ સિઝનની ઓલ ગોલ્ડ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે. તેણે ‘બિગ બોસ’ના ફેવરીટ વિવિયન ડીસેનાને હરાવીને આ જીત મેળવી હતી. સેકન્ડ રનર અપ રજત દલાલ છે.
કરણ વીર મેહરાએ ‘બિગ બોસ 18’ની સીઝન જીતી લીધી છે. તેણે વિવિયન ડીસેના, રજત દલાલ, અવિનાશ મિશ્રા, ઈશા સિંહ અને ચૂમ દરંગને હરાવીને આ જીત હાંસલ કરી છે. તેને 50 લાખ રૂપિયાની ઈનામી રકમ અને એક ચમકતી સોનાની ટ્રોફી મળી છે.
બિગ બોસ 18 ના ટોપ-6 સ્પર્ધકો વિવિયન ડીસેના, કરણ વીર મહેરા, અવિનાશ મિશ્રા, રજત દલાલ, ચૂમ દરંગ અને એશા સિંહ હતા. ફિનાલેમાં ઈશા સિંહને બહાર કાઢવામાં આવેલી પ્રથમ હતી. આ પછી, ઓછા મતોના કારણે ચમ દારંગને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અવિનાશ મિશ્રા આઉટ થયો હતો. આ પછી વિવિયન, કરણ અને રજત દલાલ ટોપ-3માં રહ્યા.
KARAN VEER MEHRAAAAAAA !!!!!!
THE WINNER!!!!!! #KaranveerMehra #BiggBoss18 pic.twitter.com/MvGcanTjWt
— adeeba. (@TripsIsLove) January 19, 2025
આ પછી સલમાન ખાને ચોથી વખત હકાલપટ્ટીની જાહેરાત કરી હતી. જ્યારે તેણે રજત દલાલનું નામ લીધું તો બધાને આશ્ચર્ય થયું. ઘણા ભૂતપૂર્વ સ્પર્ધકો કે જેઓ તેને ટેકો આપી રહ્યા હતા તેઓ માની શકતા ન હતા કે રજત ટોપ-2માં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં.
કરણ અને વિવિયને ટોપ-2માં પોતાની જગ્યા બનાવી છે. બંને એકસાથે ઘરની બહાર નીકળ્યા અને સ્ટેજ પર આવ્યા. આ પછી સલમાન ખાને એક પછી એક બંનેના હાથ ઉંચા કર્યા અને પછી આખરે કરણ વીરના નામની જાહેરાત કરી. વિજેતા બન્યા બાદ કરણની આંખોમાંથી આંસુ આવી ગયા.
‘લાફ્ટર શેફ્સ 2’ ના અંકિતા લોખંડે, મન્નરા ચોપરા, એલ્વિશ યાદવ, અભિષેક કુમાર અને વિકી જૈન ગ્રાન્ડ ફિનાલેમાં શોના પ્રચાર માટે આવ્યા હતા. આ પછી જુનેદ ખાન અને ખુશી કપૂરે તેમની ફિલ્મ ‘લવયાપા’નું પ્રમોશન કર્યું. જુનૈદ અને ખુશી સાથે આમિર ખાન પણ પહોંચ્યો હતો. બિગ બોસની 18મી સીઝનમાં આમિર પહેલીવાર શોમાં આવ્યો હતો. અક્ષય કુમાર પણ શૂટિંગ કરવા આવ્યો હતો, પરંતુ સલમાન ખાન મોડા આવવાને કારણે તે શૂટિંગ કર્યા વિના જ નીકળી ગયો હતો. તેમના સ્થાને વીર પહાડિયાએ ‘સ્કાય ફોર્સ’નું પ્રમોશન કર્યું હતું. આમિર ખાન અને સલમાન ખાને સેટ પર ખૂબ જ મસ્તી કરી હતી.
આ પણ વાંચો: રવિ કિશને ‘બિગ બોસ 18’ના આ સભ્યના વખાણ કર્યા
આ પણ વાંચો: ‘બિગ બોસ 16’ની અભિનેત્રીએ એગ્સ ફ્રીઝ કરાવ્યા, કહ્યું, ‘સરોગસીથી પણ માતા બનવા માંગુ છું’
આ પણ વાંચો: બિગ બોસ OTT 3’ ફિનાલે પહેલા એક્સ કન્ટેસ્ટંટને કર્યો ચોંકાવનારો દાવો, કહ્યું આખો શો સ્ક્રિપ્ટેડ છે!
