Mumbai News: બોમ્બ હાઈકોર્ટે (HighCourt)એ એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો પત્નીની આવક પતિ કરતાં વધુ હોય તો માત્ર વિદેશમાં રહેવાનો ખર્ચ વધારે હોવાના આધારે વચગાળાના ભરણપોષણ માટે ભથ્થું માગી શકાય નહીં. કોર્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને પતિની IT નોકરી પર પણ જોખમ હોવાની નોંધ લીધી છે.
પતિ કરતા વધુ કમાતી મહિલાની ભરણપોષણ માટેની અરજી HighCourtએ ફગાવી
મુંબઈની બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતી એક ભારતીય મહિલાની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી છે. મહિલાએ દર મહિને રૂપિયા 1 લાખના ભરણપોષણ (Interim Maintenance) ની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું કે તેની માસિક આવક લગભગ રૂપિયા 8 લાખ છે, જે તેના પતિ કરતાં વધુ છે. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે માત્ર વિદેશમાં રહેવાનો ખર્ચ વધારે હોવાના આધારે ભરણપોષણનો દાવો યોગ્ય ગણાવી શકાય નહીં.
મહિલા અને પતિ બંને IT ક્ષેત્રમાં કાર્યરત
કોર્ટમાં રજૂ થયેલી વિગતો અનુસાર મહિલા વર્ષ 2011થી અમેરિકાના ન્યૂ જર્સીમાં રહે છે અને નવી દિલ્હીની IT સોલ્યુશન્સ કંપનીમાં કાર્યરત છે. બીજી તરફ તેનો પતિ પણ IT ક્ષેત્રમાં નોકરી કરે છે. કોર્ટે નોંધ્યું કે બંને કમાણી કરે છે અને પત્નીની આવક પતિ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આવી સ્થિતિમાં પતિ પર વધારાનો આર્થિક બોજ નાખવો યોગ્ય નથી.
AIના વધતા પ્રભાવને લઈને કોર્ટે વ્યક્ત કરી ચિંતા
ચુકાદા દરમિયાન કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું. કોર્ટે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ના વધતા ઉપયોગ અને IT ક્ષેત્રમાં વધી રહેલી સ્પર્ધાના કારણે પતિની નોકરી ભવિષ્યમાં જોખમમાં આવી શકે છે. આ ટિપ્પણી દર્શાવે છે કે ટેક્નોલોજીમાં થતા ઝડપી ફેરફારોને પણ કોર્ટ આર્થિક પરિસ્થિતિના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લઈ રહી છે.
ફેમિલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો
આ કેસમાં અગાઉ ફેમિલી કોર્ટે પણ મહિલાની ભરણપોષણની અરજી ફગાવી હતી. જોકે, કોર્ટે પતિને કેસના કાનૂની ખર્ચ માટે રૂ. 25,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દંપતીના મોટા બાળકની કસ્ટડી પિતા પાસે છે જ્યારે નાના બાળકની કસ્ટડી માતા પાસે છે. મહિલાએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને મહિલાની અરજી ફગાવી દીધી. આ ચુકાદો ભરણપોષણ સંબંધિત કેસોમાં આવક, આર્થિક સ્થિતિ અને બંને પક્ષોની વાસ્તવિક પરિસ્થિતિને મહત્વ આપતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:UAPA ના 90% થી વધુ કેસોમાં આરોપીઓ છૂટે છે નિર્દોષ, ખાલિદના ચુકાદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
આ પણ વાંચો:AI વૈશ્વિક દુકાળ સર્જી શકે છે, જાણો અત્યાધુનિક ટૅક્નોલૉજી કેવી રીતે કરોડો લિટર પાણી ‘ગળી’ જાય છે
આ પણ વાંચો:લગ્નેત્તર સંબંધો વિશે શું કહે છે કાયદો, શું પત્નીને મળશે ભરણપોષણ અને પતિની મિલકતમાં અધિકાર?
.
English Tags (without #)
Bombay
