National News/ UAPA ના 90% થી વધુ કેસોમાં આરોપીઓ છૂટે છે નિર્દોષ, ખાલિદના ચુકાદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

યુએપીએ (UAPA) કાયદા હેઠળ થતી ધરપકડો પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટું અવલોકન કર્યું છે. એનસીઆરબીના આંકડા મુજબ 90 ટકાથી વધુ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટતા હોવાથી અદાલતે કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ.

NATIONAL Top Stories India
Supreme Court

Supreme Court on UAPA Law: ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવાનો કાયદો એટલે કે યુએપીએ (UAPA – Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અવલોકન કર્યું છે. જામીનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશના ન્યાયશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતને પુનરાવર્તિત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જામીન એ નિયમ છે જ્યારે જેલ એ એક અપવાદ છે (Bail is the rule, Jail is an exception).” આ સાથે જ અદાલતે UAPA હેઠળ થતી ધરપકડો અને કોર્ટમાં ગુનો સાબિત થવાના નહિવત દર (Conviction Rate) વચ્ચેના મોટા અંતર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

‘અનિશ્ચિત સમય સુધી કેદ રાખવી એ કાયદો નથી’ : Supreme Court

સોમવારે એક UAPA કેસના આરોપીના જામીન મંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચે કાયદાના દુરુપયોગ અંગે ગંભીર ટિપ્પણીઓ કરી હતી:

બેંચે જણાવ્યું કે UAPA ની કલમ 43D(5) નો અર્થ એવો બિલકુલ નથી થતો કે આરોપીને ટ્રાયલ (કેસની સુનાવણી) વિના અનિશ્ચિત સમય સુધી જેલના સળિયા પાછળ પૂરી રાખવામાં આવે. આ પ્રકારના ગંભીર કેસોમાં પણ ભારતીય બંધારણના આર્ટિકલ 21 (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) અને આર્ટિકલ 22 નું ધ્યાન રાખવું જ પડે.

દિલ્હી હિંસા કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ દ્વારા જે જામીન નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો, તેની સાથે વર્તમાન બેંચે સ્પષ્ટ અસંમતિ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત 9 જેટલા આરોપીઓ છે, જેમાંથી મોટાભાગના પાંચ વર્ષથી કોઈ પણ ટ્રાયલ વગર જેલમાં બંધ છે.

NCRB ના આંકડાઓ ટાંકીને કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલો

સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) ના સત્તાવાર ડેટાનો ઉલ્લેખ કરીને તપાસ એજન્સીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા:

વર્ષ 2019 થી 2023 સુધીના આંકડા દર્શાવે છે કે UAPA હેઠળ ધરપકડ કરાયેલા કેસોમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવાનો દર માત્ર 2% થી 6% વચ્ચેનો જ છે.

આનો અર્થ એ થયો કે 94% થી 98% મામલાઓમાં આરોપીઓ નિર્દોષ સાબિત થાય છે. જો વાર્ષિક સરેરાશ દર જોવામાં આવે તો તે માત્ર 1% જ છે, એટલે કે ટ્રાયલના અંતે 99% મામલાઓમાં આરોપીઓ છૂટી જતા હોય છે.

“આ ચોંકાવનારા આંકડા અમારી સામે જોઈ રહ્યા છે. શું માત્ર આરોપો ગંભીર(Supreme Court) છે એટલા માટે જ કોઈ પણ ટ્રાયલ વગર જામીન માંગવા આવેલા આરોપીઓની અટકાયત લાંબા સમય સુધી ચાલુ રાખવી જોઈએ?”

કાશ્મીરના નાર્કો-ટેરર આરોપીના જામીન મંજૂર

સર્વોચ્ચ અદાલતે (Supreme Court)આ મહત્વની સ્પષ્ટતા જમ્મુ-કાશ્મીરના કુપવાડા (હંદવારા) ના રહેવાસી સૈયદ ઇફ્તિકારના જામીન આપતી વખતે કરી હતી. ઇફ્તિકાર સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા નાર્કો-ટેરરનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સૈયદ ઇફ્તિકારના જામીન મંજૂર કરવાની સાથે કેટલીક શરતો રાખી છે, જે મુજબ તેણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે અને દર 15 દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે.


આ પણ વાંચો : હવે સુપ્રીમ કોર્ટમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’! પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે CJI નો મોટો આદેશ

આ પણ વાંચો : રશિયામાં 10 ભારતીયોના મોત પર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, ‘યુવાનો સ્વેચ્છાએ યુદ્ધ લડવા ગયા હતા

આ પણ વાંચો : આગોતરા જામીન અને આત્મસમર્પણના નિયમોમાં સુપ્રીમ કોર્ટનો ફેરફાર, જાણો શું છે આરોપીઓના નવા અધિકાર