National News/ આગોતરા જામીન અને આત્મસમર્પણના નિયમોમાં સુપ્રીમ કોર્ટનો ફેરફાર, જાણો શું છે આરોપીઓના નવા અધિકાર

Supreme Court સ્પષ્ટ કર્યું છે કે આગોતરા જામીન અરજી ફગાવતી વખતે કોર્ટ આરોપીને આત્મસમર્પણ કરવાનો આદેશ આપી શકે નહીં. ઝારખંડ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતની મહત્વની ટિપ્પણી વિશે વાંચો.

NATIONAL Top Stories India
Supreme Court

Supreme Court Landmark Judgment:  સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને કોર્ટના અધિકારક્ષેત્રને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે જો કોઈ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવે, તો પણ કોર્ટ તેને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરવા માટે મજબૂર કરી શકે નહીં.

શું છે Supreme Courtની ટિપ્પણી?

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ ઐતિહાસિક ટિપ્પણી કરતા જણાવ્યું કે:

કોર્ટની શક્તિ: આગોતરા જામીન આપવા કે ન આપવા તે કોર્ટનો અધિકાર છે.

મર્યાદા: અરજી ફગાવતી વખતે કોર્ટ પાસે એવો કોઈ કાયદાકીય અધિકાર નથી કે તે આરોપીને અનિવાર્યપણે સરન્ડર કરવાનો નિર્દેશ આપે.

ન્યાયિક સીમા: કોર્ટે પોતાની ન્યાયિક સીમાઓ જાળવી રાખવી જોઈએ અને અધિકારક્ષેત્રની બહાર જઈને આવા આદેશો આપવા જોઈએ નહીં.

ઝારખંડ હાઈકોર્ટના આદેશને ગણાવ્યો ખોટો

આ મામલો ઝારખંડનો છે, જ્યાં જમીન વિવાદ અને છેતરપિંડીના એક કેસમાં હાઈકોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને નીચલી કોર્ટમાં સરન્ડર કરી નિયમિત જામીન માંગવા આદેશ આપ્યો હતો. આરોપી પર IPC ની કલમ 323, 420, 468 અને 471 હેઠળ ગુનો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ અભિગમને અધિકારક્ષેત્ર વિનાનો અને ભૂલભરેલો ગણાવ્યો છે.

આગોતરા જામીનનો ખરો ઉદ્દેશ્ય

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્પષ્ટ કર્યું કે આગોતરા જામીનનો મુખ્ય હેતુ વ્યક્તિને ધરપકડથી સુરક્ષા પ્રદાન કરવાનો છે. જો કોર્ટને (Supreme Court) લાગે કે રાહત આપવા જેવી નથી, તો તે માત્ર અરજીને નામંજૂર કરી શકે છે. પરંતુ આત્મસમર્પણ માટે દબાણ કરવું એ કાયદાની વિરુદ્ધ છે.


આ પણ વાંચો:પત્નીના અફેરને કારણે પતિની આત્મહત્યા ઉશ્કેરણી નથી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:મતદાન અને ચૂંટણી લડવી મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપી મોટી સ્પષ્ટતા

આ પણ વાંચો:પત્ની અને બાળકોની જવાબદારી ન ઉઠાવી શકો તો લગ્ન ન કરો – હાઈકોર્ટનો સખત આદેશ