National News/ પત્નીના અફેરને કારણે પતિની આત્મહત્યા ઉશ્કેરણી નથી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Supreme Court પત્નીના લગ્નેતર સંબંધો અને પતિની આત્મહત્યાના મામલે મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર સંબંધો હોવા એ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નથી.

NATIONAL Top Stories India
Supreme Court

Supreme Court Landmark Judgment: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના લગ્નેતર સંબંધોથી દુઃખી થઈને આત્મહત્યા કરી લે છે, તો માત્ર આ કારણોસર પાર્ટનર કે તેના પ્રેમી પર ‘આત્મહત્યા માટે ઉશ્કેરણી’ (Abetment to Suicide) નો કેસ ચલાવી શકાય નહીં. જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે છત્તીસગઢ હાઈકોર્ટના અગાઉના આદેશને રદબાતલ ઠેરવ્યો છે.

ઉશ્કેરણી (IPC 306) માટે શું જરૂરી છે?

કોર્ટે સ્પષ્ટતા કરી કે આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો ત્યારે જ બને છે જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કાર્ય કર્યું હોય જેનો સ્પષ્ટ ઈરાદો મૃતકને મરવા માટે મજબૂર કરવાનો હોય. કાયદાની પરિભાષામાં ‘ઉકસાવવું’ એટલે એવી સ્થિતિ પેદા કરવી જેમાં પીડિત પાસે જીવ ટૂંકાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ન બચે. માત્ર માનસિક દબાણ, તણાવ કે અનૈતિક સંબંધોને કાયદાકીય રીતે ઉશ્કેરણી ગણી શકાય નહીં.

નક્કર પુરાવા વગર કેસ ન ચાલે:Supreme Court

સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ કેસમાં પત્નીના પ્રેમી વિરુદ્ધની અરજીને માન્ય રાખતા જણાવ્યું કે, આરોપીએ મૃતકને આત્મહત્યા કરવા માટે સીધી કે આડકતરી રીતે કોઈ મદદ કરી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. આત્મહત્યા અને ઉકસાવવાની ક્રિયા વચ્ચે તાત્કાલિક અને સીધો સંબંધ હોવો અનિવાર્ય છે. માત્ર સંબંધોની જાણ થવાથી થતા માનસિક આઘાતને ગુનાહિત કૃત્ય માનવું કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય નથી.

પ્રેમીને રાહત મળી પણ પત્ની સામે કેસ ચાલુ રહેશે

આ ચુકાદામાં અદાલતે (Supreme Court) પત્નીના પ્રેમીને રાહત આપી છે અને તેની સામેનો કેસ ખારીજ કર્યો છે. જોકે, મૃતકની પત્ની પણ આ કેસમાં સહ-આરોપી છે, પણ તેણે ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો ન હોવાથી તેની સામેની કાયદાકીય કાર્યવાહી હાલ પૂરતી યથાવત રહેશે. અદાલતે ભારપૂર્વક કહ્યું કે ઉશ્કેરણી સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા ખૂબ જ જરૂરી છે.


આ પણ વાંચો: પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:  બંગાળમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી, 7 અધિકારીઓને બંધક બનાવાતા સુપ્રીમ કોર્ટ નારાજ; DGP પાસે માંગ્યો જવાબ

આ પણ વાંચો: વિધવા મહિલાઓ હવે સસરા પાસેથી પણ માંગી શકશે ગુજારો! અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો