Rajkot News: રાજકોટના નિવૃત ASI નિરંજન જાનીએ આપઘાત કર્યો છે. તેમણે લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાના માથામાં જ ગોળી ધરબી દઈ આત્મહત્યા કરી હતી. તેમણે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. તેમણે વર્ષો સુધી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જવા એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જામનગર રોડ પર બજરંગવાડીમાં પુનિત-2 શેરી નંબર 4-એના ખૂણે રહેતા 60 વર્ષીય નિરંજન રમણીકભાઈ જાની સવારે ઘરે હતા. તેમણે તે સમયે રૂમમાં જઈને પોતાની રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ આવતા બીજા રૂમમાંથી પૌત્ર દોડી આવ્યો હતો. તેણે દાદાને લોહીના ખાબોચિયામાં પડેલા જોયા હતા. તેણે પડોશમાં જઈને દાદાને ગોળી વાગી હોવાનું કહેતાં પડોશીઓ તરત જ ઘરે દોડી આવ્યા હતા અને નિરંજનભાઈને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. ડોક્ટરે તેમને ત્યાં મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમણે વર્ષો સુધી રાજકોટ ડીસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવી હતી.
ગાંધીગ્રામ પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મોકલવામાં આવ્યો હતો. બીમારીને કારણે આત્મહત્યા કરવામાં આવી હોવાની અફવાઓ ચાલી રહી છે
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એવી અફવાઓ છે કે નિરંજન જાનીએ બીમારીને કારણે આત્મહત્યા કરી હતી. નિરંજન જાની ઘણા વર્ષોથી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં નોકરી કરતા હતા. તે સમયે, ગાંધીગ્રામ પોલીસ હાલમાં નિરંજન જાનીની આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. મૃતક દ્વારા ઉપયોગમાં લેવાયેલ લાઇસન્સ પ્રાપ્ત હથિયાર પણ ગાંધીગ્રામ પોલીસે ઘટના સંદર્ભે જપ્ત કર્યું છે. પોલીસે FSL ટીમની પણ મદદ લીધી છે.
આ પણ વાંચો: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો સાળો જીત પાબારીએ રાજકોટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી
આ પણ વાંચો: જીત પાબારી આત્મહત્યા કેસમાં આજે ફોરેન્સિક ટીમ દ્રારા મૃતકના બેડરૂમ, ફોનની તપાસ કરાઈ
આ પણ વાંચો: રાજકોટમાં હત્યા કાંડ,કોઠારીયા રોડ પર 40 વર્ષીય નરેશ વ્યાસની છરી મારી હત્યા

