Gujarat News/ ચોર્યાસી બેઠકમાં 12% ખોટા મતદાર,અમિત ચાવડાએ ગુજરાતમાં 60 લાખ નકલી મતદારોનો આરોપ કર્યો

ગુજરાતનાં ચોર્યાસી વિધાનસભાને સેમ્પલ તરીકે લીધું 6 લાખ 9 હજાર મતદાતા છે જેમાંથી 2 લાખ 40 હજાર મતદાતાની ચકાસણી કરી જેમાંથી 12 ટકા ખોટા સાબિત થયા.

Top Stories Gujarat Breaking News
ગુજરાતમાં વૉટ ચોરીને લઈને કર્યા આરોપો , અમિત ચાવડા

Gujarat News: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નવસારી અને ચોર્યાસી વિધાનસભાના પુરાવા રજૂ કરીને રાજ્યમાં મોટા પાયે વોટચોરી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના દાવા અનુસાર, ગુજરાતમાં વર્ષોથી ડુપ્લિકેટ, મૃત અને સ્થળાંતરિત મતદારોના નામો મતદાર યાદીમાં યથાવત રાખવામાં આવ્યા છે, જેનાથી ચૂંટણીમાં પક્ષપાત થઇ રહ્યો છે.

ગુજરાતના ચોર્યાસી બેઠકે ખળભળાટ મચાવ્યો,12% મતદાર ખોટા

ગુજરાતનાં ચોર્યાસી વિધાનસભાને સેમ્પલ તરીકે લીધું 6 લાખ 9 હજાર મતદાતા છે જેમાંથી 2 લાખ 40 હજાર મતદાતાની ચકાસણી કરી જેમાંથી 12 ટકા ખોટા, ડુપ્લીકેટ, શંકાસ્પદ મતદાતા હોવાનું બહાર આવ્યું

30 ઓગસ્ટના રોજ નવસારી લોકસભા બેઠકના પુરાવા આપ્યા જ્યાંથી સીઆર પાટીલ સાંસદ હતા.

“ચૂંટણી પંચે જ અમારી વાતને સાચી ઠેરવી છે” — અમિત ચાવડા

ચોર્યાસી વિધાનસભામાં 12 ટકા ખોટા મતદાર પકડાયા હતા એ મુજબ ગુજરાતમાં 60 લાખ કરતા વધુ મતદારો ખોટા છે અમે જે વાત કરી હતી એના કરતાં વધુ વોટચોરી થઈ હોવાનું ચૂંટણીપંચ સ્વીકારી રહ્યું છે.

BLO પર ઓવરલોડ,  9ના મોત, 1 આત્મહત્યા

SIR ની કામગીરી BLOને પૂરતી તાલીમ વગર સોંપવામાં આવી રાજ્યમાં 8 જેટલા BLOના મોત થયા અને 1 BLOએ આત્મહત્યા કરી કુલ 9 BLOના મોત થયા 5 કરોડ 8 લાખ 43 હજાર 436 કુલ મતદારો પૈકી 14.61 % ફોર્મ પરત મળ્યા નથી આ મુજબ 74 લાખ મતદારોના ફોર્મ ચૂંટણી પંચ પાસે પરત આવ્યા નથી.

ડુપ્લિકેટ મતદાર, રાજ્યમાં એક જગ્યા પર રહેતા બે જગ્યાએ મતાધિકાર કઈ રીતે 

ચૂંટણીપંચની વિગત મુજબ આમાંથી 18 લાખ 3 હજાર 50 મતદારો મૃત્યુ પામેલા ઓળખ ન થઈ હોય એવા 10 લાખ 10 હજાર 243 મતદારો અને કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા 40 લાખ 37 હજાર 187 મતદારો આ બધાનો સરવાળો કરવામાં આવે તો જેના ફોર્મ આવ્યા નથી શંકાના દાયરામાં , મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો કુલ 74 લાખ 29 હજાર 285 આજની તારીખે હયાત નથી આ વાત ચૂંટણી પંચ સ્વીકારે છે હયાત નથી એનો સ્પષ્ટ મતલબ 2002થી અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં 14 ટકાના રેશીઓથી વોટ ચોરી થઈ રહી હતી. અત્યાર સુધી આ વોટની ચોરી થઈ ચૂંટણી પંચની મદદથી ભાજપે વોટચોર કરી અને ચૂંટણીઓમાં ફાયદો લીધો આના પુરાવા ચૂંટણી પંચ જ આપી રહ્યું છે.

વોટ ચોર ગડ્ડી છોડ મહારેલી, 14 ડિસેમ્બર, દિલ્હી

કોંગ્રેસની માંગ છે કે જે આંકડા આપ્યા એના કરતાં વધુ મોટી ચોરી પણ મતદાર યાદીમાં છે

સૌરાષ્ટ્રથી સુરતમાં રહેવા ગયા હોય એમના મત બંને સ્થળે છે અન્ય રાજ્યના રહેવાસીઓના પણ ગુજરાત અને એમના રાજ્યમાં મત અધિકાર ધરાવે છે ત્યારે ડુપ્લીકેટ વોટર શોધી કાઢવામાં આવે એની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે બે સ્થળે વોટ હોય એવા લોકોના 1 સ્થળના વોટ કમી કરવામાં આવે વિદેશમાં સ્થાયી થયેલા લોકોના પણ ફોર્મ ખોટી રીતે જમા કરાવ્યા એની તપાસ થવી જોઈએ ભારતમાં વસવાટ ન કરતા હોય એવા લોકોના નામ પણ ડ્રાફ્ટ યાદી પહેલા કમી કરવા જોઈએ ગુજરાતમાં વોટચોરીના વિરોધમાં 10 લાખ કરતા વધુ લોકો સહી ઝૂંબેશમાં જોડાયા અને સમર્થન આપ્યું દેશભરમાં કરોડોની સંખ્યામાં સહીઓ એકત્રિત થઈ છે.

વોટ ચોર ગડ્ડી છોડ મહારેલીનું દિલ્હી રામલીલા મેદાન ખાતે આગામી 14મી ડિસેમ્બરે આયોજન


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલની સંભાવના, દક્ષિણ-પૂર્વ અરબ સાગર ઉપર વધુ એક ડિપ્રેશન યથાવત્

આ પણ વાંચો: નળકાંઠા વિસ્તારમાં સરકારી જગ્યાઓએ બનાવેલા મત્સ્ય ઉદ્યોગ ના તલાવડા પર સરકારી બુલડોઝર ફરી વળ્યા