Rajkot News/ જીત પાબારી આત્મહત્યા કેસમાં આજે ફોરેન્સિક ટીમ દ્રારા મૃતકના બેડરૂમ, ફોનની તપાસ કરાઈ

રાજકોટ જીત આત્મહત્યા કેસમાં પોલીસ જીત પાબારીના ફોનની પણ તપાસ કરી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ જીત બે મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો.

Top Stories Rajkot Gujarat Breaking News

Rajkot News: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીના  બેડરૂમની ફોરેન્સિક ટીમે તપાસ કરી છે. આપને જણાવી દઈએ જીતે તેના બેડરૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.પોલીસ જીત પાબારીના ફોનની પણ તપાસ કરી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ જીત બે મહિનાથી ડિપ્રેશનથી (Depression) પીડાતો હતો.જીત પાબારી આત્મહત્યા કેસમાં માલવિયા નગર પોલીસ વધુ તપાસ હાથ  ધરશે.

આપને જણાવી દઈએ જીત પાબારીની મંગેતરે આરોપ લગાવ્યો હતો કે લગ્નના બહાને તેના પર જીત દ્રારા બળાત્કાર કરવામાં આવ્યો હતો.માહિતી અનુસાર, જીત પાબારીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન હતો. બળાત્કારની ફરિયાદ બાદ જીત અને તેનો પરિવાર  સમાજથી દૂર રહેવા લાગ્યા હતા.

ગત રોજ 26 નવેમ્બરે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. 26 નવેમ્બર, 2024 ના રોજ, તેની ભૂતપૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણીને આરોપ લગાવ્યો હતો કે જીત પાબારીએ લગ્નના બહાને તેને શારીરિક સંબંધો માટે દબાણ કર્યું હતું.

જેના પછી જીત પાબારીએ રાજકોટમાં (Rajkot) અમીન માર્ગ પર આવેલા પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.  બેભાન અવસ્થામાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને માલવિયા નગર પોલીસને જાણ કરી હતી.

આ સિલસિલો ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ શરૂ થયો હતો. જ્યાથી આ બંનેની વાતચીત શરૂ થઈ હતી. એક વર્ષ પહેલા તેની ભૂતપૂર્વ મંગેતરે જીત પાબારીને આરોપી તરીકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેના માતાપિતા સાથે રહે છે. 2014 માં, જીત પાબારીને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી અને વાતચીત શરૂ થઈ હતી. જીત પાબારીએ કહ્યું, “હું તને પસંદ કરું છું.” ત્યારબાદ બંને પરિવારો લગ્ન માટે સંમત થયા. બંને પરિવારોની સંમતિ મુજબ 8 ઓક્ટોબર, 2021 ના ​​રોજ ગોળધાણાની વિધિ યોજાઇ હતી, અને 27 જાન્યુઆરી, 2022 ના રોજ સગાઈ થઈ હતી.

મૃતક જીતની ભૂતપૂર્વ મંગેતરે આરોપ લગાવ્યો હતો કે જીત પાબારીએ લગ્નના ખોટા વચન હેઠળ તેને શારીરિક સંબંધો માટે દબાણ કર્યું હતું. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સગાઈ નક્કી કરવામાં આવી હતી, પછી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી સગાઈ તોડી નાખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં કાકી,ભત્રીજાના પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત, કાકાએ ગોળી મારી પોતે કરી આત્મહત્યા

આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં બે ખેડૂતની આત્મહત્યા

આ પણ વાંચો:રાજકોટમાં યુવાને રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું