Ahmedabad News: અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા (Ahmedabad Waterlogging) દૂર થઈ નથી. ગુરુકુળ વિસ્તારના સુભાષચોકમાં હજુ પણ દુકાનોમાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વિસ્તારમાં RCC રોડ બનાવવામાં આવ્યા હોવા છતાં વરસાદી પાણી (Ahmedabad Waterlogging)ના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. સતત પાણી ભરાવાને કારણે એક દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે પાણી સીધું જ આસપાસની દુકાનોમાં ઘૂસી ગયું હતું.
Ahmedabad Waterlogging:દુકાનો ડૂબી
દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓના માલસામાનને નુકસાન પહોંચવાની શક્યતા છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે, પાણી (Ahmedabad Waterlogging)ની સમસ્યા અંગે તંત્ર અને સ્થાનિક સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ મદદ માટે પહોંચ્યું નહોતું.
વેપારીઓનું કહેવું છે કે, દુકાનોમાં પાણી ભરાવાથી રોજિંદા વ્યવસાય પર અસર પડી છે અને લાખો-કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ ઉભી થઈ છે. વરસાદ બંધ થયા બાદ પણ સમસ્યા યથાવત્ રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
હાલમાં દુકાનદારો પાણી કાઢવા અને નુકસાન ઘટાડવાના પ્રયાસોમાં લાગી ગયા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યામાંથી રાહત મળી શકે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો
આ પણ વાંચો:પાણીમાં બંધ પડેલું સ્કુટર સ્ટાર્ટ કરતા પહેલાં જાણો આ વાત! સેલ મારવાની ભૂલ પડશે ભારે
આ પણ વાંચો:નવસારી પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, 21 મોતની પુષ્ટિ; પૂરપીડિતોને મળશે આર્થિક સહાય
