Gujarat News: અમરેલીથી અમદાવાદ તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસને લાઠી-અમરેલી હાઇવે પર અકસ્માત (Amreli Ahmedabad ST Bus Accident) નડ્યો હતો. ટોડા ગામ નજીક બનેલી આ ઘટનામાં ચાલુ બસે ડ્રાઇવરની અચાનક તબિયત લથડતા તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી.
સદનસીબે બસ (Amreli Ahmedabad ST Bus Accident) રોડ કિનારે આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈને અટકી ગઈ હતી. થાંભલો વચ્ચે આવી જતા બસ પલટી મારતા બચી હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ઈશ્વરીયા ગામ નજીક ડ્રાઇવરની તબિયત બગડી
મળતી માહિતી મુજબ, 25 જુલાઈના રોજ સવારે અંદાજે 9:30 વાગ્યે અમરેલીથી અમદાવાદ જવા માટે એસટી બસ રવાના થઈ હતી. બસ ઈશ્વરીયા ગામ નજીકથી પસાર થઈ લાઠી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરની તબિયત બગડી હતી.ડ્રાઇવરની સ્થિતિ ખરાબ થતાં બસ પરનો કાબૂ જતો રહ્યો હતો અને બસ (Amreli Ahmedabad ST Bus Accident) જમણી તરફ રોડ પરથી નીચે ઉતરીને ખાડામાં ખાબકી હતી. જોકે, રસ્તાની બાજુમાં આવેલો વીજ થાંભલો બસ વચ્ચે આવી જતા બસ વધુ આગળ જતી અટકી ગઈ હતી.
બસમાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ
અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુસાફર શૈલેષભાઈએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈશ્વરીયા ગામથી આગળ નીકળ્યા બાદ અચાનક ડ્રાઇવરની તબિયત બગડી હતી. ત્યારબાદ બસ જમણી બાજુ ઉતરીને ખાડામાં પડી ગઈ હતી.તેમણે જણાવ્યું કે, સદનસીબે વીજળીનો થાંભલો વચ્ચે આવી જતા બસ (Amreli Ahmedabad ST Bus Accident) પલટી ખાતા બચી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
Amreli Ahmedabad ST Bus Accident: ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ સ્થાનિક લોકો અને બસમાં રહેલા મુસાફરોએ મદદ કરી હતી. તબિયત ખરાબ થયેલા બસ ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. મોટી દુર્ઘટના ટળી જતા મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો:મોરબીમાં સ્કૂલ બસ અકસ્માત બાદ મોટો ખુલાસો! તપાસમાં બસના તમામ દસ્તાવેજો એક્સપાયર હોવાનો ખુલાસો
આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માત મામલે બસ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન
