Jagannath RathYatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી. અમદાવાદીઓમાં જાણે ભક્તિના ઘોડાપૂર ઉમટ્યા હતા. ભક્તો પર જાણે ભક્તિનો ખુમાર છવાયો હતો. શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથના નામનો પોકાર કરતાં વાતાવરણને ગજવી મૂક્યું હતું. તેમા પણ રવિવારની રજા હોવાથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી.
રથયાત્રામાં દર વખતની જેમ અખાડીયનોથી લઈને કેટલાય લોકો કરતબ કરતાં જોવા મળ્યા હતાં. આ રથયાત્રામાં દર વખતે કંઇક નવુંને નવું થતું હોય છે. આ વખતની રથયાત્રામાં યુવાન ચાલુ ટ્રકે લાઇટના થાંભલે લટકી ગયો હતો. તે જોઈને કેટલાય લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોને થયું હતું કે આ શું કરી રહ્યો છે. પણ તેના પછી થોડી વાર લટકેલો રહીને તેણે આવેલી બીજી ટ્રકમાં કૂદકો મારી દીધો હતો. તે સમયે લોકોના જીવ હેઠા બેઠા હતા. આ યુવાનના સ્ટન્ટે કેટલાય લોકોને અવાચક કરી દીધા હતા.
આજે 147ની જગન્નાથજીની રથયાત્રામાં પ્રેમ દરવાજા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે કબૂતર ઉડાવી હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતિક આપ્યું હતું. જેને પગલે પ્રેમ દરવાજા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના અલગ અલગ રંગ જોવામળ્યા હતા. માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી હતી. તો રંગબેરંગી ટેબ્લો ને વિવિધ કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું. અખાડાના પહેલવાનોએ પણ કરતબ બતાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું.
આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને
