Ahmedabad News: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવનું મામેરુ શહેરના વિનોદભાઈ પ્રજાપતિએ ભર્યું હતું. સૂત્ર મુજબ 50 લાખનું મામેરુ ભરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથના રથયાત્રા મહોત્સવમાં અંદાજે 15 હજાર લોકોએ પ્રસાદ લીધો છે અને 30 થી 40 હજાર લોકોએ પ્રભુના દર્શન કર્યા હતા. જગન્નાથજીને મામેરામાં 2 કિલોના ત્રણ ચાંદીના હાર, સાડા સાત તોલા સોનું, જગન્નાથજી અને બળભદ્રજી માટે સોનાની વીંટી અને બહેન સુભદ્રાજીને કાનની સોનાની બુટ્ટી ચઢાવવામાં આવી છે. માતાજી માટે ચુડા, કંદોરો અને ચાંદલો પણ છે. આ મામેરામાં ભગવાનને 108 વાઘા ચઢાવવામાં આવ્યા છે. જેમાં 100 વાઘા જગન્નાથ મંદિરના અને 8 વાઘા રણછોડરાય મંદિર સરસપુરના છે.
આ પણ વાંચો:સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા…
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મંદિરના રહસ્યો, રથ અને મૂર્તિઓ વિશે શું તમે જાણો છો?
આ પણ વાંચો:રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ