Ahmedabad Rathyatra 2024/ રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ

આવતીકાલે (7 જુલાઈ)ના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની હોઈ અમદાવાદ શહેરમાં રથયાત્રા રૂટ પર આવતા AMTS અને BRTS બસોના…………..

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: આવતીકાલે (7 જુલાઈ)ના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની હોઈ અમદાવાદ શહેરમાં રથયાત્રા રૂટ પર આવતા AMTS અને BRTS બસોના રૂટને બે દિવસ માટે ફેરફાર કર્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.

AMTSના 10 રૂટ બંધ અને 71 રૂટને ડાયવર્ઝન અપાયું છે. BRTSના 4 રૂટ બંધ કરવામાં આવ્યા છે. પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે. 32 બસ સ્ટેન્ડમાં ઓપરેશન બંધ રહેશે. જ્યારે AMTSના 6 બસ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને 10 બસ રૂટ બંધ રાખવામાં આવ્યા છે. ઓન રોડ બસ રૂટોની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે.

દિલ્હી દરવાજા થી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જવાવાળા પ્રવાસીઓ માટે રૂટ નં. 89-3 શટલ, 76ની કુલ 8 બસો 15થી 20 મિનિટના અંતરે મળી રહેશે. જેમાં દિલ્હી દરવાજાથી ડાયવર્ઝનના માર્ગે સારંગપુર સુધીનું ભાડું 5 રૂપિયા રહેશે. રથયાત્રાના રૂટ પરનો માર્ગ બંધ હોય ત્યારે જ ડાયવર્ઝનનો અમલ કરવામાં આવશે.

વધુમાં, કાલુપુર તરફનો રસ્તો સવારથી બપોર સુધી બંધ રહેશે, જેથી રેલવે સ્ટેશન જનારા લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રોની સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કાલુપુર મેટ્રો સ્ટેશનથી સીધા કાલુપુર રેલવે સ્ટેશન જઈ શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…

આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા