Ahmedabad Rathyatra 2024/ ભગવાન જગન્નાથની અભેદ્ય સુરક્ષા; આધુનિક ટેક્નો.નો ઉપયોગ, પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયુ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ………….

Top Stories Ahmedabad Gujarat Trending Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ 23 હજારથી વધુ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. તેમજ CCTV કેમેરા, CCTV સજ્જ વાહનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન, GPS સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, પોર્ટેબલ પોલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. પ્રથમ વખત જગન્નાથ મંદિરના ગેટ પર જ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પરના કાયમી 12 લોકેશનમાં કુલ 26 કેમેરા અને પોર્ટેબલ પોલ લગાવાયા છે. સમગ્ર રૂટ પર આવતાં ખાનગી દુકાન માલિકો સાથે મળી કુલ 1400 જેટલાં CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. 11 જેટલી જગ્યા પર પબ્લિકને માહિતી અને સૂચના આપવા માટે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

જાણો ઇમરજન્સી કોલ બોક્સ કેવી રીતે કામ કરે છે?
કોલ બોક્સમાં હાઇ રિઝોલ્યુશન કેમેરો લગાવવામાં આવ્યો છે જેમાં લાલ રંગનું એક બટન હોય છે. આ બટન દબાવતાની સાથે જ બોક્સમાં લાગેલો કેમેરો એક્ટિવ થઇ જશે અને પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ જશે. પોલીસ કંટ્રોલ રૂમમાં કર્મચારી તેને રિસીવ કરશે અને બટન દબાવનારી વ્યક્તિ સાથે સીધી વાતચીત કરી શકશે.

પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS) શું છે?
રથયાત્રાના રૂટ પર લોકોને માહિતી અને સૂચના આપવા માટે 11 જેટલી જગ્યાએ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ(Public Addressing System) લગાવવામાં આવી છે. જ્યારે કોઇ જગ્યાએ વધુ પડતી ભીડ એકઠી થઇ ગઇ હશે કે બીજી કોઇ જરૂરી સૂચના આપવી હશે તો પોલીસ કંટ્રોલ રૂમ આ સિસ્ટમ મારફતે તે આપશે.

ટેથર્ડ ડ્રોનની વિશેષતા શું છે?
ટેથર્ડ ડ્રોન સતત 10થી 12 કલાક સુધી ઉડી શકે છે. આ ડ્રોન 3થી 4 કિલોમીટર સુધીનો વિસ્તાર કેચઅપ કરી શકે છે. ટેથર્ડ ડ્રોનને ત્યાં જ પાવર સપ્લાય અપાય છે. આ રથયાત્રામાં ઉપયોગમાં લેવાનારી આધુનિક ટેકનોલોજી અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (સેક્ટર-1) નિરજકુમાર બડગુજર સાથે ખાસ વાતચીત કરી હતી.

કયા-કયા પ્રકારના ડ્રોનનો ઉપયોગ થશે?
પોલીસ રથયાત્રાની સુરક્ષા માટે ટેથર્ડ ડ્રોન, નિન્જા ડ્રોન અને ખાનગી ડ્રોનનો ઉપયોગ કરશે. ટેથર્ડ ડ્રોન 10થી 12 કલાક સુધી ઉડી શકે છે અને તેને પાવર સપ્લાય ત્યાં જ આપવામાં આવે છે. જ્યારે નિન્જા ડ્રોનનો ફ્લાય ટાઇમ 20થી 25 મિનિટનો હોય છે. તેના પછી તેની બેટરી ચેન્જ કરીને તેને ફરીથી ઉડાવી શકાય છે. પોલીસ પાસે સ્પેર બેટરીની વ્યવસ્થા હોય છે. જેથી સતત મોનિટરીંગ કરી શકાય છે. ડ્રોનનું મોનિટરીંગ ક્રાઇમ બ્રાન્ચ અને કંટ્રોલ રૂમ એમ બન્ને કરશે. ડ્રોનથી કોટ વિસ્તારમાં અને ધાબાં પર નજર રખાશે. ક્યાં-શું પડેલું છે, કઇ જગ્યાએ ભીડ એકઠી થઇ રહી છે તેની તમામ વિગતો ડ્રોનથી મળી જશે.

રથયાત્રામાં ત્રણેય રથ અને વાહનોનું લાઇવ મોનિટરીંગ થાય છે. કોઇ જગ્યાએ વધારે ભીડ થઇ ગઇ તો તાત્કાલિક તે વિસ્તારના અધિકારીને વાયરલેસથી સંપર્ક કરીને ત્યાં વધારે ફોર્સ બોલાવીને રૂટ અને રસ્તા કલીયર કરાવાશે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોમાં વધુ 11 સ્થળોએ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાશે. શહેરમાં જે સ્થળે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની વધુ અવર જવર હશે તે સ્થળોની ઓળખ કરીને ત્યાં આ બોક્સ લગાવાશે. ​​​​​​​રથયાત્રાના દિવસે હેલિકોપ્ટરથી હવાઈ પેટ્રોલિંગ પણ કરાશે. આ પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટરથી નિરીક્ષણ પણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ

આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…

આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા