Covid-19/ કાબૂમાં કોરોના : હવે ફક્ત 8359 એક્ટિવ દર્દી જ રહ્યા ગુજરાતમાં

ગુજરાતમાં હવે કોરોનાનાં ફક્ત 8359 એક્ટિવ કેસ જ છે. સાંભળીને એક રાહતનો અહેસાસ થાય તેવા આંકડા છે. અને આવા રાહત આપતા આંકડા ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી નોંધવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં હવે કોરોનાનાં ફક્ત 8359 એક્ટિવ કેસ જ છે. સાંભળીને એક રાહતનો અહેસાસ થાય તેવા આંકડા છે. અને આવા રાહત આપતા આંકડા ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી નોંધવામાં આવી રહ્યા છે. પાછલા થોડા દિવસોથી જે રીતે ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યા અને કોરોનાનાં કારણે મોતની સંખ્યામાં ઘટાડો કે કાબૂ જોવામાં આવી રહ્યો છે તે અભૂતપૂર્વ છે. વળી સૌથી મહત્વની વાત એ પણ છે કે આ ઘટાડો તેવા સમયે આવી રહ્યો છે જ્યારે વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાનાં કારણે ફરી એક વખત કડકત્મ લોકડાઉન લાગુ કરી દેવાની ફરજ પડી છે.  ઉલ્લેખનીય છે કે યુરોપિયન દેશોમાં કોરોના અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે.

Covid-19 is under control in Tamil Nadu, says CM Edappadi | Cities News,The  Indian Express

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 667 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Coronavirus update: Situation in country under control, says Health  Secretary

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  899 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 237222 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 8359 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 8359 એકટિવ  કેસમાંથી 58 વેન્ટીલેટર પર છે, જ્યારે 8301 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

Covid-19 could be under control by February: Panel - india news - Hindustan  Times

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 667 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 249913 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4332 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Why governments shouldn't claim coronavirus is under control — Quartz

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ  47942 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  10003606 ટેસ્ટ કરવામા આવ્યા છે.

Jharkhand Coronavirus Update: Coronavirus Under Control in Jharkhand  Recovery Rate is Good

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 493249 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 493134 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 115 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 છે, જ્યારે રાજ્યની વસ્તિની સરખામણીએ પ્રતિ દિવસ 737.57 ટેસ્ટ રેટ નોંધવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…