@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
અમદાવાદના એક ત્રણ સંતાનોના પિતાને પ્રેમમાં દગો દેવાનું ભારે પડી ગયું. પરણિત અને સંતાનો હોવા છતાં એક છુટાછેડા લીધેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ખેલ્યા પ્રેમના ફાગ. એટલું જ નહીં આ યુવતીને લગ્નની લાલચ આપીને તેને ગર્ભવતી બનાવી અને ત્યાર બાદ તરછોડી દીધી. કોણ છે આ દગાબાજ પ્રેમી આવો જોઈએ…

દગાબાજ રે…
- ગર્ભવતી પ્રેમિકાની પ્રેમી સામે પોલીસ ફરિયાદ
- પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતા દુષ્કર્મની કરી ફરિયાદ
- પરણિત પ્રેમીએ યુવતીને કેફી પીણું પીવડાવી કર્યું હતુ દુષ્કર્મ
- લગ્ન કરવાનો વાયદો કરી પ્રેમીએ કરી બેવફાઈ
- પ્રેમીએ પ્રેમિકાની સાથે પત્ની અને બાળકોની જિંદગી કરી દોજખ
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં કાળા નકાબની પાછળ ઉભેલા આ યુવકનું નામ સરફરાઝ છે, તેની સામે તેની જ પ્રમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.. જેના કારણે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.. છુટાછેડા લઈને એકલવાયુ જીવન જીવતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેને ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેવાનો સરફરાજ પર આરોપ લાગ્યો છે… દગાબાજ સરફરાઝની કાળી કરતુતની વિસ્તૃત વાત કરીએ તે પહેલાં જાણી લઈને કે, કોણ છે સરફરાઝ તો પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી સરફરાઝ પઠાણ પોતે પરણિત છે અને તેને 3 સંતાનો પણ છે તે વટવામાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. ફરિયાદી પ્રેમિકાનો આરોપ છે કે, તે વટવામાં મેડિકલ સ્ટોરમાં અવાર-નવાર દવા લેવા જતી હતી તે દરમિયાન મેડિકલ સ્ટોરમાં નોકરી આરોપી સરફરાઝ પઠાણ સાથે સંપર્કમાં થઈ હતી.. અને આ મુલાકાત પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.

કોણ છે સરફરાઝ ?
- આરોપી સરફરાઝ પઠાણ છે પરણિત
- સરફરાઝ છે 3 સંતાનોનો પિતા
- વટવામાં એક મેડિકલ દુકાનમાં કરે છે નોકરી
દરમિયાન આરોપીએ પ્રેમિકા યુવતીનાં ઘરે જઈને તેને કેફીપીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.. આ અંગે યુવતીએ જ્યારે ફરિયાદ કરવાનું કહેતા આરોપીએ તેને લગ્નની લાલચ આપી હતી અને ત્યાર બાદ અવારનવાર તેનું શારીરિક શોષણ કર્યુ જેથી મહિલા ગર્ભવતી થઈ હતી.. જેને લઈને આરોપીએ મહિલાને ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું.. એટલું જ નહીં આરોપીએ તેની પાસેથી 2.70 લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આરોપ પણ મુક્યો છે.. યુવતીએ ગર્ભપાત નહિ કરાવતા સરફરાઝ પઠાણે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો.. જેથી યુવતીએ સરફરાઝ પઠાણ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે..
દુષ્કર્મના આરોપમાં સરફરાઝને હાલ તો જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. જેલની સજાની સાથે પ્રેમિકા ગુમાવી છે, તો એક પત્ની અને ત્રણ બાળકોની જિંદગી પણ બગાડી નાખી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
