Patan News : પાટણમાં સિધ્ધપુર હાઈવે પર આવેલી આતિશ ફેક્ટરીમાં આગ લાગી છે. જેમાં નેદરા-કનેસરા રોડ પર આવેલ ફેક્ટરીના મશીનમાં આગ લાગી છે. જ્યાં ATO મશીનમાં આગ લાગતા 2 લોકો આગની ઝપેટમાં આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઈસબગુલની ફેક્ટરીમાં ATO મશીનમાં આગની ઘટનાને પગલે ગભરાટ ફેલાઈ ગયો છે. મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરી હતી. આ બોરીઓ ટ્રકમાં ભરવા ATOનો દરવાજો ખોલતા આગ લાગી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
દરમિયાન ફેક્ટરીમાં લોકોએ ફાયરની બોટલો દ્વારા આગને કાબુમાં લીધી હતી. આ આગમાં 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા ઇજાગ્રસ્ત થયા હતા. તે સિવાય 25 વર્ષીય અજય પરમદેવ પાસવાનને પણ ઈજા પહોંચી હતી.આગ લાગતા બે મજૂરો હાથ પગ અને શરીરના ભાગે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોને 108માં સિધ્ધપુર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સિદ્ધપુર સિવિલમાં સારવાર બાદ મહેસાણા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સિદ્ધપુર સિવિલમાં સારવાર બાદ મહેસાણા હોસ્પિ.માં ખસેડાયા
આ પણ વાંચો:અમદાવાદના સરખેજ નજીક નવી બનતી સાઈટ પર ક્રેનનું બકેટ તુટી પડતા શ્રમિકનું મોત
આ પણ વાંચો:જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો:પાટણમાં રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
