- સુરત સચિન GIDCની ઘટના
- સચિન GIDCમાં દીવાલ ધરાશાયી
- દીવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિ દબાયા
- સચિનમાં ચાલતું કન્સ્ટ્રક્શનનું ચાલતી હતું કામ
- એક વ્યક્તિનું મોત, એક વ્યક્તિ ગંભીર
- અન્ય બે વ્યક્તિને સારવાર અર્થે દાખલ કરાયા
સુરતમાં મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, શહેરના સચિન GIDC માં દીવાલ ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ચાર લોકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. જયારે એક વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે. બનાવની જાણ ફાયર વિભાગને થતા ભેસ્તાન અને ડીંડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી છે.

ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દટાયેલા 4 પૈકી 3 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કરી લીધું છે જયારે 1 વ્યક્તિનું હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. બનાવને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી છે. રેસ્ક્યુમાં બચાવમાં આવેલ લોકોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ
આ પણ વાંચો:કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
આ પણ વાંચો:આગામી મહિને મહાનગરપાલિકાની બે અને નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી
આ પણ વાંચો:ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યોઃ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવાયા
