IT વિભાગની કાર્યવાહી/ રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ

રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે.

Top Stories Rajkot Gujarat
Untitled 1 રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ

રાજકોટમાં રાજકોટમાં IT વિભાગના દરોડા પડ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારમાં IT વિભાગની અલગ અલગ ટુકડીઓ ત્રાટકી હતી. પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પર   IT વિભાગના દરોડા  પડ્યા છે. ત્યારે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. વહેલી સવારે સાત વાગ્યાથી જ અલગ અલગ ટુકડીઓ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગની 20 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

શહેરના જાણીતા  રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. ઇન્કમટેક્સ વિભાગની અલગ-અલગ ટીમોએ 18થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે રાજકોટમાં ગઇકાલથી આવકવેરા વિભાગની ગતિવિધિ જોવા મળી રહી હતી. જે પછી રાજકોટ સહિત આવકવેરા વિભાગે દેશભરમાં 15થી વધુ સ્થળોએ તપાસ હાથ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. રાજકોટનું સોની બજાર એશિયાનું સૌથી મોટુ સોની બજાર છે. ત્યારે ITની રેડ થતા તમામ જ્વેલર્સના ત્યાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન રાત સુધી ચાલે તેવી શક્યતા છે. જેના અંતે કાળાનાણાં વિશે જાણકારી મળે તેની શક્યતા છે.

આ પણ વાંચો:કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત

આ પણ વાંચો:આગામી મહિને મહાનગરપાલિકાની બે અને નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી

આ પણ વાંચો:કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત