Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ

અમિતાભ બચ્ચનની જાહેરાત છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. આ જાહેરાતના લીધે કચ્છમાં આવતા પ્રવાસીઓમાં તો વધારો થયો જ છે, પરંતુ હવે જાણે વરસાદે પણ આ જાહેરાત વધાવી લીધી હોય તેવી વાત છે. 

Top Stories Gujarat
Kutch Heavy rain 1 કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ

અમિતાભ બચ્ચનની જાહેરાત છે કે કચ્છ નહી દેખા Kutch-Heavyrain તો કુછ નહી દેખા. આ જાહેરાતના લીધે કચ્છમાં આવતા પ્રવાસીઓમાં તો વધારો થયો જ છે, પરંતુ હવે જાણે વરસાદે પણ આ જાહેરાત વધાવી લીધી હોય તેવી વાત છે.  ચાલુ વર્ષ સળંગ પાંચમાં વર્ષ છે જ્યારે કચ્છમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

કચ્છમાં આ વર્ષે મેઘરાજા શરૂઆતથી મહેરબાન થયા Kutch-Heavyrain હોય તેમ હજુ તો જુલાઇ માસ શરૂ થયો છે ત્યાં જિલ્લાનો સરેરાશ વરસાદ 100 ટકાને પાર થઇ?ગયો છે. 2019થી સતત પાંચમું વર્ષ એવું છે જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ સો ટકાને પાર થયો હોય.

તેમાંય 2020 અને 2021ની સાલમાં તો કચ્છને વિક્રમી વરસાદ પ્રાપ્ત થયો હતો. સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં ચોમાસાની આખી સિઝનમાં 1854 ઇંચ વરસાદ પડતો હોય છે તેના બદલે આ વર્ષે બિપોરજોય વાવાઝોડું Kutch-Heavyrain અને તે પછી ચોમાસાના મંડાણ સાથે સમયાંતરે વરસતી મેઘમહેરના કારણે હજુ તો આષાઢ પૂરો નથી થયો ત્યાં 1929 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જે સરેરાશને 104 ટકા થવા જાય છે.

જિલ્લાના 10 તાલુકા પૈકી અંજાર, ગાંધીધામ, મુંદરા અને ભુજ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. માત્ર એક રાપર તાલુકો એવો છે કે જેમાં 50 ટકાથી ઓછું પાણી આભમાંથી વરસ્યું છે. હજુ તો ચોમાસાનો મોટો ગાળો બાકી હોવા સાથે ભારે વરસાદની આગાહી યથાવત હોતાં આંકડો વધુને વધુ ઊંચે જવાની પ્રબળ શક્યતા છે.

 

આ પણ વાંચોઃ Espionage/ ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત, સાત જિલ્લાના પ્રભારી જાહેર

આ પણ વાંચોઃ Ahmedabad-Heavyrain/ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદઃ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024/  2024 પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક! આ 10 દિગ્ગજ નેતાઓનો રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો