હિજાબ વિવાદ/ ભાજપને આદિત્ય ઠાકરેનું સમર્થન, કહ્યું- શાળાઓમાં યુનિફોર્મ જરૂરી

કેટલાક કોલેજમાં હિજાબ પહેરવાના અધિકારના કાયદાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હવે સમર્થનની યાદીમાં મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ જોડાયું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, શાળાઓમાં યુનિફોર્મ જરૂરી છે

Top Stories India
Aditya Thackeray

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક કોલેજમાં હિજાબ પહેરવાના અધિકારના કાયદાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હવે સમર્થનની યાદીમાં મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ જોડાયું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, શાળાઓમાં યુનિફોર્મ જરૂરી છે

આ પણ વાંચો:દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે… હિજાબ વિવાદ વધવા પર લાલૂએ કહ્યું,

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જ્યાં શાળા/કોલેજોમાં નિર્ધારિત ગણવેશ હોય ત્યાં તેનું પાલન કરવું જોઈએ. શિક્ષણ કેન્દ્રોમાં માત્ર શિક્ષણ પર જ ધ્યાન આપવું જોઈએ. શાળા/કોલેજોમાં ધાર્મિક અથવા રાજકીય મુદ્દાઓ ઉઠાવવા જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ઉડુપી કોલેજમાં હિજાબ પહેરવાની ઘટનાથી શરૂ થયેલો વિવાદ દેશભરમાં ફેલાઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટકના ઉડુપીની એક કોલેજમાં છ છોકરીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે તેઓ કોલેજ યુનિફોર્મ પહેરી ન હતી પરંતુ હિજાબ પહેરી હતી. આ પછી યુવતીઓ ધરણા પર બેસી ગઈ. કોલેજ ન સ્વીકતા હાઈકોર્ટ પહોંચી હતી. આ મામલે ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, બંધારણ અને કાયદો વ્યક્તિની અંગત માન્યતાઓ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.

કર્ણાટકની ઘણી કોલેજોમાં આ વિવાદે આગ પકડી છે. આ જ બાબતને લઈને ઉડુપીની કોલેજમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે રાજ્યમાં ત્રણ દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: તાંત્રિક બનેલા સિદ્ધુ ચૂંટણી મંચ પર મંત્ર પાઠ કરતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન માફી