Maulana-HarshSanghvi/ મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

ગુજરાત પોલીસે મૌલવીની ધરપકડના કરી મામલે તે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ફોટક નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે મૌલવી હત્યાનું કાવતરુ ઘડી રહ્યો હતો. તે ભાજપના નેતાઓ અને ત્રણ હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News Politics
Beginners guide to 4 2 મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

સુરતઃ ગુજરાત પોલીસે મૌલવીની ધરપકડના કરી મામલે તે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ફોટક નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે મૌલવી હત્યાનું કાવતરુ ઘડી રહ્યો હતો. તે ભાજપના નેતાઓ અને ત્રણ હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.

તે પાકિસ્તાનમાં તેમના બોસ સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતો. તેના દ્વારા તેણે શસ્ત્રો મંગાવ્યા હતા. તેણે હિંદુ આગેવાન ઉપદેશ રાણાની હત્યા કરવા માટે એક કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વોટ માટે આવા મૌલવીઓને બચાવવાનું બંધ કરે. અમે આ પ્રકારનું વલણ ધરાવનારા કોઈપણ હોય અને તે મૌલવી હોય તો તેને છોડીશું નહી. અમે તેની સામે કડક અને આકરી કાર્યવાહી કરીશું.

આ પહેલા સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસને મૌલાનાના મોબાઈલ ફોનમાંથી ઘણી મહત્વની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૌલાના દેશના ટોચના હિંદુ નેતાઓ પર હુમલો કરીને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી દુશ્મન દેશ સાથે પણ સંપર્કમાં હતો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આરોપી નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મૌલાના સોહેલ અબુબકર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કારશ ગામનો રહેવાસી છે. આરોપી એક દોરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને ગામમાં નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક ચેટિંગ અને કોલ ડિટેઈલ મળી આવી હતી જે આશ્ચર્યજનક હતી.

આ હિન્દુ નેતાઓ આરોપીઓના નિશાના પર હતા

સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના પ્રમુખ અને હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કરવાના પ્લાન અંગે આરોપીઓના મોબાઈલ ફોનમાં ચેટ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી હૈદરાબાદના ભાજપ ધારાસભ્ય રાજા સિંહ અને નુપુર શર્માને ધમકાવવાની અને નિશાન બનાવવાની યોજના પણ મળી આવી છે. આરોપીના ફોન પરથી પાકિસ્તાન અને નેપાળમાં અનેક કોલ કરવામાં આવ્યા છે. ચેટમાં પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો મામલો પણ સામે આવ્યો છે.

ઉપદેશ રાણાએ એફઆઈઆર નોંધાવી હતી

સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાએ પણ ધમકીઓ મળવા અંગે ગયા મહિને FIR નોંધાવી હતી. મૌલાનાની કોલ ડિટેલ્સમાં ધમકીભરી ચેટ પણ મળી આવી છે. હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે. પકડાઈ ન જાય તે માટે આરોપીઓ પોતાના ટાર્ગેટને અલગ અલગ નામથી બોલાવતા હતા.

આરોપી પાકિસ્તાનના એક હેન્ડલરના સંપર્કમાં હતો

સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય દેશોના લોકો પણ આરોપીના ગ્રુપ સાથે જોડાયેલા છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન પણ સામેલ છે. આરોપીના પાકિસ્તાની હેન્ડલરે પણ તેને ખાતરી આપી હતી કે અમે શક્ય તેટલી વહેલી તકે હથિયારો તેને પહોંચાડીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી