Surendranagar News: સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મહિલા કંડક્ટર (Female conductor) સાથે મારામારીની ઘટના સામે આવી છે. બસ લખાવવા જવાના મુદ્દે બોલાચાલી બાદ એટીઆઈ રાજેન્દ્રસિંહે મહિલા કંડક્ટરને જાહેરમાં માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
Female conductor પર હુમલાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બસ લખાવવા જવાના મુદ્દે મહિલા કંડક્ટર અને એટીઆઈ રાજેન્દ્રસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બન્યા બાદ મારામારી (Attack)થઈ હોવાનો આક્ષેપ છે. મહિલા કંડક્ટરને જાહેરમાં ફડાકા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલા કંડક્ટર સાથે થયેલી મારામારી દરમિયાન તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને પગલે એસટી ડેપોમાં હાજર લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. મહિલા કર્મચારી સાથે જાહેરમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપથી મામલો વધુ ગંભીર બન્યો છે.
એટીઆઈ સામે દાદાગીરીનો આક્ષેપ
સમગ્ર ઘટનામાં એટીઆઈ રાજેન્દ્રસિંહ (ATI Rajendrasinh)સામે દાદાગીરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા કંડક્ટર સાથે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનો દાવો છે. ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video goes viral on social media)થયો છે. વીડિયો સામે આવ્યા બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલામાં કયા સંજોગોમાં મારામારી થઈ તથા ખરેખર શું બન્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાને લઈને મહિલા કંડક્ટર તરફથી કરવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ થશે. બીજી તરફ, આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. એસટી વિભાગ (ST Department) દ્વારા પણ ઘટનાની આંતરિક તપાસ કરવામાં આવે છે કે કેમ અને એટીઆઈ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તેના પર હવે સૌની નજર છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી
આ પણ વાંચો:ભેસ્તાનમાં તલવાર-ધારિયા-કુહાડીથી હુમલો, પછી ફાયરિંગ! સતીશ મરાઠા હત્યા કેસમાં 9 ઝડપાયા
