Mehsana News/ મહેસાણામાં યુવકે લગ્નની લાલચ આપી ગાયક કલાકાર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક ગાયક વનરાજ ઠાકોર સામે યુવતીને લગ્નનું વચન આપી છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ (Rape) કર્યાનો આરોપ લાગ્યો છે. યુવતી ગર્ભવતી બનતાં મામલો સામે આવ્યો અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Breaking News
Rape

Mehsana News:મહેસાણા જિલ્લામાં એક વિવાદાસ્પદ દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. એક પરણિત યુવકે પોતાને અપરણિત બતાવીને એક યુવતી સાથે લગ્નનું વચન આપીને છેલ્લા એક વર્ષથી તેનું શારીરિક અને માનસિક શોષણ (Rape) કર્યું હોવાનો આરોપ છે. યુવતી ગર્ભવતી બનતાં આ મામલો સામે આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી વનરાજ ઠાકોર એક સ્થાનિક ગાયક છે. તેણે યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવતી અપરણિત છે અને આરોપીએ પોતાને પણ અપરણિત જણાવ્યો હતો. જોકે, તે પહેલેથી જ પરણિત છે.

લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષથી શોષણ (Rape) કર્યું

યુવતીની ફરિયાદ મુજબ, વનરાજ ઠાકોરે તેને લગ્ન કરવાનું વચન આપીને છેલ્લા એક વર્ષથી તેની સાથે શારીરિક સંબંધો(Rape) સ્થાપિત કર્યા હતા.વિશ્વાસ ઘાત કરીને વારંવાર દુષ્કર્મની ઘટના બનાવી હતી. જ્યારે યુવતી ગર્ભવતી બની ત્યારે આરોપીએ ગર્ભપાત કરાવવાનું કહ્યું. યુવતીએ વિરોધ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે.આ ઘટનાથી યુવતી માનસિક અને શારીરિક રીતે તૂટી પડી છે. તેણે મહેસાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો:મહેસાણામાં માનવતા શર્મશાર! મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા બની માતા

આ પણ વાંચો:મહેસાણામાં ચકચારી બનાવ, યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:મહેસાણાના વિસનગર સામૂહિક દુષ્કર્મ મામલે તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું