Surat News/ સુરતમાં ટ્રાયલ રૂમમાં કપડા બદલવા ગયેલી યુવતી દરવાજો લોક થતાં ફસાઈ, ફાયરબ્રિગેડે બહાર કાઢી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક મોલમાં બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.  આ ચોંકાવનારી ઘટનામાં સુમેરુ સિટી મોલમાં કપડાં ખરીદવા ગયેલી 26 વર્ષીય મહિલા કપડાં બદલવાના રૂમમાં ફસાઈ ગઈ.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક મોલમાં બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.  આ ચોંકાવનારી ઘટનામાં સુમેરુ સિટી મોલમાં કપડાં ખરીદવા ગયેલી 26 વર્ષીય મહિલા કપડાં બદલવાના રૂમમાં ફસાઈ ગઈ. આ ટ્રાયલ રૂમનો દરવાજો અચાનક અંદરથી બંધ થઈ જતાં તે ગભરાઈ ગઈ. તેણે રોક્કળ મચાવી દીધી. મોલના લોકો પણ આ બનાવના કારણે હાંફળાફાંફળા થઈ ગયા. છેવટે  અગ્નિશામક દળની ટુકડી ત્યાં પહોંચી, દરવાજો તોડીને છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢતા પરિવારે અને મોલના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવની ચર્ચા આખા શહેરમાં ચકડોળે ચઢી છે અને લોકો વાતો કરવા લાગ્યા છે કે મોલમાં કપડા બદલવા પણ કેટલા જોખમી છે.

તાળું જામ થઈ થતાં ગભરાટ ફેલાયો

મોટા વરાછા સુદામા ચોક નજીક સુમેરુ સિટી મોલમાં “રાધારાણી” નામના કપડાના શોરૂમમાં 26 વર્ષીય મહિલા ખરીદી કરવા આવી હતી. ખરીદી દરમિયાન, તે નવા કપડાં પહેરવા માટે ચેન્જ રૂમમાં ગઈ. જોકે, જ્યારે તેણે કપડાં બદલ્યા પછી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મહિલાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તાળું જામ થઈ ગયું.

યુવતી ડરથી જમીન પર પડી ગઈ અને જોરથી બૂમો પાડી

છોકરી ગભરાઈ ગઈ કારણ કે તે બંધ રૂમમાં ફસાઈ ગઈ હતી. જ્યારે લાંબા સમય સુધી દરવાજો ન ખુલ્યો, ત્યારે તેથી તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું. શોરૂમના કર્મચારીઓએ પણ બહારથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. ગભરાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી, છોકરી રૂમની અંદર જમીન પર પડી ગઈ અને જોરથી રડવા લાગી. આ ઘટનાથી શોરૂમમાં હાજર અન્ય ગ્રાહકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું.

ફાયર બ્રિગેડે દરવાજો તોડીને બચાવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સુરત ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી. સબ-ફાયર ઓફિસર સિદ્ધાંત ગઢવીની આગેવાની હેઠળની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, દરવાજો તોડી નાખવાનો નિર્ણય લીધો. ફાયર ફાઇટરોએ દરવાજો તોડીને ફસાયેલી છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સાધનોનો ઉપયોગ કર્યો. છોકરી બહાર આવતાની સાથે જ તેના પરિવાર અને શોરૂમના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો. જોકે, છોકરી આઘાતમાં હતી, તેથી તેને આશ્વાસન આપવામાં આવ્યું. ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.


આ પણ વાંચો: સુરત ફરી રક્તરંજિત! ડિંડોલીમાં ક્રિષ્ના AC મોલ બહાર યુવકની કરપીણ હત્યા,પરિવારમાં આક્રંદ

આ પણ વાંચો: સુરતના VR મોલને ફરીથી બોમ્બથી ફૂંકી મારવાની ધમકીને પગલે પોલીસની દોડધામ

આ પણ વાંચો: સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી