Chotila News/ ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કર બાદ વિકરાળ આગ, 4 મૃત્યુ, 15ઘાયલ

ચોટીલા-રાજકોટ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માત (Accident) બાદ બસમાં આગ લાગી હતી. ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Top Stories Gujarat Breaking News
Accident

Chotila News:મોડી રાત્રે ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર (તારકોલ) ભરેલા ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત (Accident) એટલો વિકરાળ હતો કે ટક્કર બાદ તરત જ બસમાં આગ લાગી ગઈ અને આખી બસમાં આગની લપેટમાં આવી ગઈ. આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ૧૫થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખોળિયા ગામ પાસે આ અકસ્માતનો શિકાર બની હતી.

અકસ્માત (Accident) બાદ લક્ઝરીમાં આગ લાગી

ટ્રકનું એક ટાયર અચાનક ફાટી જતાં ટ્રક અનિયંત્રિત બન્યો હતો. પાછળથી આવતી બસ તેમાં જોરથી અથડાઈ, જેના કારણે બસમાં શોર્ટ સર્કિટ થયું અને ક્ષણવારમાં આગની જીભો બસના આખા ભાગમાં ફેલાઈ ગઈ.બસમાં મોટા ભાગના મુસાફરો ઊંઘમાં હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને પ્રતિક્રિયા આપવાનો સમય પણ ન મળ્યો. અકસ્માતની(Accident)તીવ્રતા એટલી હતી કે બસની આગળની ભાગ અને ટ્રકનો પાછળનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે ભારે મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ 15 મુસાફરોને સારવાર માટે રાજકોટના વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.


આ પણ વાંચો:રાજકોટમાં ચોટીલા પાસે હૃદયદ્રાવક અકસ્માત, બેના મોત બે ઘાયલ

આ પણ વાંચો:ચોટીલા હાઇવે પર મોડી રાત્રે સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે પર એક છકડાને અકસ્માત નડતાં મહિલાનું મોત