Not Set/ વેરો ભરવા મહાદેવ જાતે પહોચ્યાં પાલિકા ઓફીસ

રાજકોટ રાજકોટના વોર્ડ નંબર ૪માં આવેલા શ્રીનાથ મહાદેવના મંદિરને મહાપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વેરો ભરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. ૧૯૩૭ રૂપિયાના વેરા બીલની નોટીસ ફટકારવામાં આવી હતી જેને લઈને વિરોધ શરુ થયો હતો. આજે મહાદેવનો વેશ ધારણ કરીને કોંગ્રેસ કાર્યકર્તા ભાવેશ પટેલ અને અન્ય કોંગ્રેસ કાર્યકરો મહાપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, મહાદેવે હાથમાં ડમરું અને […]

Top Stories Gujarat Trending

રાજકોટ

રાજકોટના વોર્ડ નંબર ૪માં આવેલા શ્રીનાથ મહાદેવના મંદિરને મહાપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વેરો ભરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. ૧૯૩૭ રૂપિયાના વેરા બીલની નોટીસ ફટકારવામાં આવી હતી જેને લઈને વિરોધ શરુ થયો હતો. આજે મહાદેવનો વેશ ધારણ કરીને કોંગ્રેસ કાર્યકર્તા ભાવેશ પટેલ અને અન્ય કોંગ્રેસ કાર્યકરો મહાપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, મહાદેવે હાથમાં ડમરું અને ત્રિશુલ ધારણ કર્યું હતું મહાદેવ બનેલા ભાવેશ પટેલે નાગ પણ ધારણ કર્યો હતો.

તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાદેવના મંદિરે ને પણ વેરા બીલની નોટિસ આપવામાં આવી હતી . જે મુદ્દે આજે મનપાનામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કૉંગી કાર્યકર્તાઓ દ્વારા ભગવાન મહાદેવનો વેશ ધારણ કરવામા આવ્યો હતો. ત્યારબાદ મનપા કમીશ્નરને મંદિરને પણ વેરા બીલ આપવામાં આવ્યું છે તે મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

https://api.mantavyanews.in/gujarat-rajkot-mahapalika-bill-mahadev/

મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં દ્વારા આ વર્ષથી શહેરમાં કાર્પેટ એરિયા મુજબનો વેરો વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોને પણ નવા વર્ષ વેરાબીલ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, વેરા બીલની નોટીસનો વિરોધ નોંધાવવા માટે મહાદેવ બનેલા કોંગ્રેસના કાર્યકર્તા અને અન્ય કાર્યકર્તાઓએ કમિશ્નરને રજૂઆત કરવા માટે ત્રિશુલ સાથે લઇ જવાની જીદ કરવામાં આવી હતી જેને પગલે સ્થળ ઉપર તેનાત કમિશ્નર ઓફીસના વિજીલન્સ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે કોંગ્રેસ કાર્યકર્તા અને મહાદેવ બનેલા કાર્યકર વચ્ચે જપાજપી થઇ હતી જેને પગલે ઘર્ષણ થયું અને પોલીસ કર્મીઓએ મહાદેવ બનેલા કોંગી કાર્યકરને ટીંગાટોળી કરીને પોલીસ જીપમાં બેસાડીને એ ડીવીઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા