Ahmedabad News/ ગુજરાતમાં કાલથી વધશે ઠંડીનું જોર, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ઘટશે

રાજ્યમાં કાલથી ઠંડી (Cold) નું જોર વધશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ઘટવાની શક્યતા. જાણો આજનું તાપમાન અને હવામાન અપડેટ.

Gujarat Ahmedabad Trending
Cold

Gujarat Weather News : ગુજરાતમાં આવતીકાલથી ઠંડીનું જોર (Cold Wave) વધવાની શક્યતા છે. રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ઠંડી (Cold) માં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ફરીથી શિયાળો જમવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન (Temperature) માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ જોવા મળશે. હાલ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે.

Cold

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આટલું તાપમાન નોંધાયું

અમદાવાદ – 14.8 ડિગ્રી, ગાંધીનગર – 14.6 ડિગ્રી, ડીસા – 14.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર – 15.0 ડિગ્રી, વડોદરા – 13.2 ડિગ્રી, સુરત – 14.8 ડિગ્રી, દમણ – 15.4 ડિગ્રી, ભુજ – 17.9 ડિગ્રી, નલિયા – 14.0 ડિગ્રી, કંડલા એરપોર્ટ – 14.4 ડિગ્રી, ભાવનગર – 14.6 ડિગ્રી, રાજકોટ – 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે

cold

 ઠંડી (Cold) માં ઉતાર-ચઢાવની શક્યતા

હવામાન (Weather)વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો કે ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે થોડો સમય ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધુમ્મસે વધાર્યુ જોખમ, યુપી-રાજસ્થાનમાં ગાડીના અકસ્માતો, એર ટ્રાફિકને અસરથી ફ્લાઇટ ડિલે

આ પણ વાંચોઃપ્લેનમાં વિલંબ અને મુસાફરોની સુવિધા માટે જાહેર કરાઈ નવી SOP, સિંધિયાએ હુમલો કેસ પર કહ્યું- કડક કાર્યવાહી કરાશે

આ પણ વાંચોઃદિલ્હીમાં તીવ્ર ઠંડી, આજે પડી શકે છે વરસાદ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ