Ahmedabad News/ દેશભરમાં EDના અલગ અલગ 15 ઠેકાણે દરોડાનો મામલો

દિલ્હી, મુંબઈ , અમદાવાદ , ચેન્નાઈ સહિતના શહેરોમાં ED દ્વારા મોટી કાર્યવાહી

Top Stories Gujarat Breaking News

Ahmedabad News : ED દ્વારા ધેશના અલગ અલગ 15 ઠેકાણે દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચ્યો છે. 16 એપ્રેલના રોજ EDએ આ દરોડા પાડ્યા હતા. જેમાં મહાદેવ સટ્ટા એપ બેટિંગને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી, મુંબઈ , અમદાવાદ , ચેન્નાઈ સહિતના શહેરોમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરોડા દરમિયાન 3.29 કરોડ રૂપિયા રોકડ ઝડપાયા હતા. તે સિવાય સર્ચ અને સર્વે દરમ્યાન 573 કરોડથી વધુના બોન્ડ્સ, ડિમેટ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ કરાયેલા ભંડોળને ભારતની બહાર PoC માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું અને બાદમાં વિદેશી FPIs (મોરેશિયસ, દુબઈ વગેરેમાં સ્થિત)ના નામે ભારતીય શેરબજારમાં જમા કરવામાં આવતું હતું. સામાન્ય રોકાણકારોને છેતરવા માટે ચોક્કસ SME ક્ષેત્રની સિક્યોરિટીઝના મૂલ્યને કૃત્રિમ રીતે વધારવા માટે કેટલીક કંપનીઓમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન આમાંથી કેટલાક રોકાણોની ઓળખ કરવામાં આવી છે. હવે ED એ શેરના ભાવમાં આ હેરાફેરી કરવાની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવા માટે તપાસ શરૂ કરી છે. EDના દરોડા દરમિયાન આમાંના કેટલાક એજન્ટો અને સ્ટોક બ્રોકર્સ પણ સામેલ હતા. અત્યાર સુધીમાં EDએ 170 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કેસમાં, EDએ અત્યાર સુધીમાં 3002.47 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. EDએ અત્યાર સુધીમાં 74 સંસ્થાઓને આરોપી બનાવી છે. EDએ ફેબ્રુઆરીની શરૂઆતમાં 14 લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો જપ્ત કર્યો હતો. આમાં મહાદેવ બેટિંગ એપની લિંક્સ પણ શામેલ છે. જેનો ઉપયોગ દુબઈથી કાર્યરત એક મોટી ગેરકાયદેસર જુગાર એપ્લિકેશનના સંબંધમાં મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

આ પણ વાંચો: ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ, જુઓ