Surat News/ 14 રાજ્યોની પોલીસ જેની પાછળ હતી, તે માસ્ટરમાઇન્ડ આબીદ અલી સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં!

Surat Crime Branch Mastermind Arrest: ૧૪ રાજ્યોની પોલીસને ૨૦ વર્ષથી હંફાવનાર અને ‘ઈરાની ડેરા’ ગેંગના માસ્ટરમાઇન્ડ ‘રહેમાન ડકેત’ની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લક્ઝરી કાર અને અરબી ઘોડાનો શોખીન આ લૂંટારો નકલી CBI ઓફિસર બની દેશભરમાં લૂંટ ચલાવતો હતો.

Top Stories Gujarat Surat
Mastermind

Surat Crime Branch Mastermind Arrest: દેશભરની પોલીસ માટે માથાનો દુખાવો બનેલો અને ‘ઈરાની ડેરા’ ગેંગનો માસ્ટરમાઇન્ડ આબીદ અલી ઉર્ફે રહેમાન ડકેત આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. છેલ્લા 20 વર્ષથી 14 જેટલા રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી અને ખૂની હુમલા જેવા અનેક ગુના આચરી નાસતા ફરતા આ કુખ્યાત ગુનેગારને સુરતના લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશન દ્વારા દબોચી લેવાયો છે.

કોણ છે આબીદ અલી ઉર્ફે ‘રહેમાન ડકેત’?

મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની ગુનાખોરીની દુનિયાનો ‘સરદાર’ ગણાય છે. તે છ અલગ-અલગ ગેંગનો સૂત્રધાર છે. તેની ગેંગના સભ્યો નકલી CBI ઓફિસર કે સાધુ-બાવાનો વેશ ધારણ કરીને લોકોની નજર ચૂકવી લાખોના દાગીના અને રોકડ સેરવી લેવામાં માહેર છે. આ ગેંગ એટલી ખતરનાક છે કે તેના પર મહારાષ્ટ્રમાં MCOCA જેવો કડક કાયદો પણ લગાવાયો છે.

લક્ઝરી કાર અને અરબી ઘોડાનો શોખીન

Surat Crime Branch Mastermind Arrest બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, રહેમાન ડકેત લૂંટના પૈસાથી અત્યંત વૈભવી જીવન જીવતો હતો. તેને મોંઘી સ્પોર્ટ્સ બાઈક, લક્ઝરી કારોના કાફલા અને અરબી ઘોડા પાળવાનો ભારે શોખ છે. તે ભોપાલના ઈરાની ડેરામાં એક ‘ડોન’ જેવો મોભો ધરાવતો હતો.

પોલીસને ચકમો આપવામાં Mastermind માહેર

આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ છે. જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ તેમને પકડવા જાય, ત્યારે તેઓ ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા અને પથ્થરમારો કરી મુખ્ય આરોપીને ભગાડી દેતા હતા. ડિસેમ્બર ૨૦૨૫માં ભોપાલ પોલીસના ૧૫૦ જવાનો પણ Mastermind આબીદ અલીને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને કોઈ પણ ગોળીબાર વગર ઝડપી પાડ્યો છે.

કોર્પોરેટ સ્ટાઈલથી ચલાવતો હતો ગેંગ

રહેમાન ડકેત તેની ગેંગને કોઈ કોર્પોરેટ લીડરની જેમ ઓપરેટ કરતો હતો. જો ગેંગનો કોઈ સભ્ય પકડાય, તો તેના વકીલનો ખર્ચ, જામીન અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી રાજુ ઉપાડતો હતો. બદલામાં તે દરેક લૂંટમાં મોટો હિસ્સો મેળવતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:MLA પર દારૂના ધંધાને લઈ આક્ષેપ કરનારા ગુજસીટોકના આરોપીનું જેલમાં મોત

આ પણ વાંચો: TRAIના કર્મચારી અને પોલીસની ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની છેતરપિંડી કરનારા 3 ઝડપાયા

આ પણ વાંચો: ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા ખંખેરતી ગેંગના 8 શખ્સોને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે ઝડપી લીધા