Breaking News/ અઢી વર્ષથી રસ્તો અધૂરો! અમરેલી-લીલીયા હાઈવે મુદ્દે કોંગ્રેસ આક્રમક, આંદોલનની ચીમકી

Amreli-લીલીયા સ્ટેટ હાઈવે અને લાલાવદર પેકેજ-1નું કામ અઢી વર્ષથી અધૂરું હોવાથી પ્રતાપ દુધાતે (Pratap Dudhat) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કામમાં ગેરરીતિ અને રોડ સેફ્ટીના અભાવના આક્ષેપો સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Top Stories Gujarat Others
Amreli

Amreli Highway News: અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની લાપરવાહી સામે હવે રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી–લીલીયા સ્ટેટ હાઈવેના અધૂરા કામ અને તેમાં થતી ગેરરીતિઓ મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે (Pratap Dudhat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે.

અઢી વર્ષથી Amreliની પ્રજા પરેશાન

પ્રતાપ દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, અમરેલી-લાલાવદર પેકેજ-1 નું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે, છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી. અત્યંત ધીમી ગતિએ ચાલતી આ કામગીરીને કારણે સ્થાનિક રહેવાસીઓ અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

ભ્રષ્ટાચાર અને સુરક્ષાના અભાવના આક્ષેપો

પત્રમાં રોડની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવતા જણાવાયું છે કે રોડના કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યોગ્ય ડાઈવર્ઝન આપવામાં ન આવતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. ટેન્ડર અને પેકેજના નીતિ-નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

આંદોલનની ચીમકી

પ્રતાપ દુધાતે માંગ કરી છે કે આ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે સમયમર્યાદામાં પૂરો કરવામાં આવે. જો સરકાર અને તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાના હિત માટે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાતની કાર આંતરવાનો પ્રયાસ

આ પણ વાંચો: અમરેલી : પ્રતાપ દુધાતે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: પાયલ ગોટી મામલે પ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર