Gir Somnath News/ સોમનાથ સ્વાભિમાન પર્વ : અમર વારસાની ઉજ્જ્વળ ગાથા

Somnath મંદિરનું ગર્ભગૃહ, ગર્ભ ગૃહના દરવાજા અને દરવાજા પાસેના સ્તંભો, થાળું વગેરે સુવર્ણથી અલંકૃત

Gujarat Others
Somnath

Gir Somnath News : પૌરાણિક અને ઐતિહાસિક ગ્રંથોમાં વર્ણિત ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથની જાહોજલાલી વડાપ્રધાન અને સોમનાથ (Somnath) ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે.

અવિનાશી ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ પ્રતિક રૂપ શ્રી સોમનાથ (Somnath) મંદિર પર આજે 1500 થી વધુ સુવર્ણ કળશ સુશોભિત થઈ રહ્યા છે, શ્રી સોમનાથ મંદિરનું ગર્ભગૃહ, શિવલિંગ પર છત્ર, ગર્ભગૃહના દરવાજા અને દરવાજા પાસેના સ્તંભો, મંદિરના શિખર પર સ્થાપિત સુવર્ણ ધ્વજ દંડ અને તેની સાથે જોડાયેલું ત્રિશૂળ વગેરે સોમનાથની પુન:ર્જીવિત થયેલી વૈભવતાની સાક્ષી પૂરી રહ્યા છે.

મંદિરના શિખર પર સ્થાપિત સુવર્ણ ધ્વજ દંડ અને તેની સાથે જોડાયેલું ત્રિશૂળ વગેરે સોમનાથની પુન:ર્જીવિત થયેલી વૈભવતાની સાક્ષી પૂરી રહ્યા છે

આ સંદર્ભમાં સોમનાથ (Somnath) ના ઇતિહાસરસિક અને અભ્યાસુ ભાસ્કર વૈદ્ય જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇતિહાસ પુરાણોમાં વર્ણિત સોમનાથની જાહોજલાલી પુનઃસ્થાપિત થઈ રહી છે, ઇતિહાસ અને પૌરાણિક ગ્રંથોમાં સોમનાથની વૈભવતા અને સમૃદ્ધિનું જે વર્ણન જોવા મળે છે, તેને અનુરૂપ અને પૌરાણિક મહાત્મય જાળવીને ઐશ્વર્ય પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ સદીઓ પૂર્વે સોમનાથ (Somnath) મંદિરમાં ભારે વજનદાર સોનાની સાંકળ અને ઘંટ, રત્ન જડિત સ્તંભો વગેરે વૈભવથી ચળકતું હતું. શ્રી સોમનાથ મંદિરની જાહોજલાલીનો લેખક કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તકોમાં પણ ઉલ્લેખ કર્યો છે. સોમનાથ મંદિરની આ જાહોજલાલી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ પણ વિશ્વભરમાં વિખ્યાત હતી.

આ સંદર્ભમાં  ભાસ્કર વૈદ્ય જણાવે છે કે, ભગવાન સોમનાથ (Somnath) માટે ખાસ કશ્મીરથી કેસરના ફૂલો અને હરિદ્વારથી ગંગાજળ પણ લાવવામાં આવતું હતું, શ્રી સોમનાથ મંદિરની અપાર વૈભવતા અને ભવ્યતાથી સમૃદ્ધ હતું.

ભગવાન સોમનાથ (Somnath) માટે ખાસ કશ્મીરથી કેસરના ફૂલો અને હરિદ્વારથી ગંગાજળ પણ લાવવામાં આવતું હતું

તેમણે કહ્યું કે,  શ્રી ભગવાન સોમનાથના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીનો પ્રારંભમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રારંભ થયો હતો. તેઓ શ્રી સોમનાથ મંદિરમાં સુવર્ણમઢીત થવાના પ્રસંગોએ ઉપસ્થિત પણ રહ્યા હતા.

તેઓ કહે છે કે, અનન્ય શિવભક્તો અને શ્રેષ્ઠિઓના દાનથી સોમનાથ (Somnath) ને સુવર્ણમય બનાવવામાં આવી રહ્યું છે, વર્ષ 2002માં રાજકોટના એક પરિવારે પ્રથમ સોમનાથ મંદિરમાં 75કિલોનું થાળું અર્પણ કર્યું હતું, ત્યારબાદ લખી પરિવારે પણ સોનાના દાન આપવાનો સંકલ્પ કર્યો હતો, તેનાથી મહદઅંશે શ્રી સોમનાથ મંદિરને સુવર્ણમય કરવાની શરૂઆત થઈ હતી, તેવું કહી શકાય. આજે પણ સોમનાથ ટ્રસ્ટની સુવર્ણ કળશ યોજના થકી ઘણા દાતાઓએ મંદિર પરના કળશને સુવર્ણમઢિત કરવામાં આવ્યા છે.

શિવભક્તો અને શ્રેષ્ઠિઓના દાનથી સોમનાથ (Somnath) ને સુવર્ણમય બનાવવામાં આવી રહ્યું છે,

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય અસ્મિતાના પ્રતિક રૂપ સોમનાથ તીર્થક્ષેત્રનો વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીના વિઝનથી સમુદ્ર કિનારે બનેલો ભવ્ય વોક વે, ભાવિકો માટે દર્શનની સુલભ વ્યવસ્થાઓ, ગોલ્ફ કાર, વગેરે સુવિધાઓ વિકસાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોમનાથના ઇતિહાસનું અત્યાર સુધીનું મેગા ડિમોલિશન

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ

આ પણ વાંચો: સોમનાથ મંદિર પાસે બુલડોઝર એક્શન કેસમાં મુસ્લિમ પક્ષને ન મળી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ