Lifestyle: શિયાળાની ઋતુ (Winter Season)માં મૂળા (M00li) અવશ્ય ખાવો જોઇએ કારણ કે મૂળા અને એની ભાજી (Radish) અનેક મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે આથી જ એનું સેવન સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત ઉત્તમ ગણાય છે. એમાં રહેલા ફાઇબર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને આપણને ચુસ્ત-દુરસ્ત રાખે છે. માર્કેટમાં બે પ્રકારના મૂળા મળે છે સફેદ મૂળો અને લાલ મૂળો (Mooli) …લાલ મૂળા હળવા ગુલાબી રંગના હોઇ શકે છે. આ સંજોગોમાં ઘણી વાર લોકો મૂળા ખરીદતી વખતે મૂંઝવણ અનુભવે છે કે કયો મૂળો ખરીદવો વધારે સારો રહેશે? હૅલ્થ માટે વધારે ઉત્તમ શું રહેશે, સફેદ કે લાલ મૂળો (White or Red Mooli) અને આ બે વચ્ચે શો ફરક હોય છે?

બંને મૂળા કંદમૂળ પ્રજાતિના છે
સફેદ મૂળો અને લાલ મૂળો બંને મૂળાની જ પ્રજાતિ (Crusiferae)નું એક કંદમૂળ (Tuber) છે. આ પૈકીની સફેદ મૂળા (M00li)નો સ્વાદ હળવો મીઠો (Sweet Taste) હોય છે અને એ આકારમાં લાંબો હોય છે. આથી વિપરીત, લાલ મૂળો જેમ કે, ચેરી બૅલે એક પ્રકારની ફ્રેન્ચ બ્રેકફાસ્ટ (French Breakfast)માં વપરાતી શાકભાજી (Vegetable) છે જે આકારમાં નાનો, ગોળ અથવા સહેજ લાંબો અને તીખા સ્વાદ (Pungent Taste) વાળો હોય છે. આમાં વિશેષતા એ છે કે એની ફક્ત છાલ જ લાલ હોય છે પણ અંદરથી તો એ સફેદ હોય છે! લાલ મૂળા (M00li)માં વિટામિન સી, Minerals અને એન્ટિઓક્સિડન્ટ્સ (Vitamin C & Antioxidants) વધુ પ્રમાણમાં હોય છે.
સફેદ કે લાલ મૂળા (White or Red Mooli ) કયા ખાવા સારા?
સફેદ મૂળા (White M00li) અને લાલ મૂળા (Red M00li) બંનેના પોતપોતાના સ્વાસ્થ્ય લાભ છે, એ વિશે અહિં ક્રમાનુસાર જોઇશું.

સફેદ મૂળાના ફાયદા
1. સફેદ મૂળા (White Mooli) વિશેષરુપે ખવાતા જોવા મળે છે અને એને ખાવાથી પાચન સારું રહે છે અને કબજીયાત તથા ગૅસ (Constipation & Gas)ની સમસ્યાથી મુક્તિ મળે છે. તમે સલાડના સ્વરુપે સફેદ મૂળા ખાઇ શકો છો.
2. વજન ઘટાડવા માટે પણ એનું સેવન અસરકારક રહે છે. એનો સ્વાદ ભાવે એવો મીઠો હોય છે એથી લોકો સફેદ મૂળા ખાવાનું વિશેષ પસંદ કરે છે. ડાયેટિંગ કરનારા વ્યક્તિઓ ખાસ કરીને એને આહારમાં સામેલ કરી શકે છે.
3. સફેદ મૂળામાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. એના સેવનનો મોટો સ્વાસ્થ્ય લાભ એ છે કે શરીરમાં સોજા ઓછા થાય છે.
4. શરીરને ડિટૉક્સ (Detox) કરવા માટે એ ગુણકારી છે. સફેદ મૂળા (M00li) ખાવાથી શરીરમાં જમા થતી ગંદકીને બહાર કાઢવાનું સરળ થઇ જાય છે.

લાલ મૂળાના ફાયદા
1. આ પ્રકારના મૂળા (M00li) માં વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો અધિક માત્રામાં હોય છે.
2. ઇમ્યૂનિટી વધારવા માટે પણ લાલ મૂળા ઘણા જ લાભદાયક છે. એનાથી બીમારીઓથી રક્ષણ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
3. વેટ લોસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા લોકો માટે લાલ મૂળા (Red Mooli)નું સેવન અત્યંત ફાયદાકારક ગણાય છે.
4. સ્કિન માટે પણ લાલ મૂળા (M00li) ખાવા ઉત્તમ છે અને એમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ વય વૃદ્ધિ અર્થાત્ એજીંગ (Aging)ની સમસ્યાને ઓછી કરવામાં સહાયક છે.
5. એમાં ફાઇબર (Fiber) હોય છે આથી એને ખાવાથી પાચન સારી રીતે થાય છે અને ગેસ અથવા એસિડિટીનો પ્રોબ્લેમ પણ થતો નથી
6. એનો રંગ ઘણો જ સુંદર હોય છે એથી સલાડ ડ્રેસિંગમાં એનો ઉપયોગ વિશેષરુપે કરવામાં આવે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: મૂળાના મસ્ત તીખા પરોઠા…ફાટે નહિં એની સિક્રેટ ટ્રિક…તો બનાવો ફટાફટ, મૂળા પરોઠા રેસિપી..!
