Lifestyle/ શિયાળામાં બીમારીઓ રહેશે દૂર, ઘરે બનાવો ખાટો-મીઠો આમળાનો મુરબ્બો…સ્વાદિષ્ટ રેસિપી..!

શિયાળામાં આમળાનો મુરબ્બો તમે ખાધો છે ખરો? આ રેસિપી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, એના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ…..

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: શિયાળામાં આમળાનો મુરબ્બો (Amla Murabba) ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે એટલો જ, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળા (Winter)ની ઋતુમાં એના સેવનથી કેટલાય પ્રકારના ફાયદા થાય છે. આવો જાણીએ કે આમળાનો ખાટો-મીઠો મુરબ્બો શી રીતે તૈયાર કરવો? આ રહી એની સરળ રેસિપી…

આમળા એક સુપરફૂડ છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળા કેન્ડી (Amla Candy)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે! આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાનો મુરબ્બો ખાધો છે ખરો? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર વાનગી છે. એના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. હવે જો તમે આમળાનો મુરબ્બો ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી (Recipe)…

શી રીતે બનાવશે આમળાનો મુરબ્બો?

આમળાનો મુરબ્બો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

આમળા- 250 ગ્રામ

ખાંડ અથવા ખડી સાકર- 1 કપ

આદુ- 1 ઇંચના ટુકડાનું છીણ

લવિંગ- 4 થી 5 નંગ

ઇલાયચી- 2 થી 3 નંગ

તજ- 1 ઇંચનો ટુકડો

કાળા મરીનો ભૂકો- 4 થી 5 નંગનો

હળદર- 1/4 મચી

મીઠું સ્વાદાનુસાર

પાણી- 1 કપ

ઘી કે તેલ- 1 થી 2 ચમચી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 250 ગ્રામ આમળા (Amla)ને સારી રીતે ધોઇને એમાંથી ઠળિયાં કાઢીને એમના નાના ટુકડાં કરી લો જેથી એ સરળતાથી ચડી જાય.

2. હવે એક પૅનમાં પાણી ઉમેરીને ઉકાળો અને એમાં આમળાના ટુકડા ઉમેરી દો. આમળાં નરમ થાય એટલે ગૅસ બંધ કરીને એક ચારણીમાં કાઢી લો.

3. એક તાવડીમાં ઘી (Ghee) કે તેલને ગરમ કરો અને એમાં લવિંગ, ઇલાયચી અને તજ (Clove, Cardamom, Cinnamon)નો ટુકડો ઉમેરીને વઘારો.

4. હવે એમાં છીણેલું આદુ (Ginger) ઉમેરીને હળવું શેકી લો. હવે એમાં હળદર અને કાળા મરીનો પાઉડર ઉમેરો.

5. હવે એમાં ઉકાળેલા આમળાના ટુકડા નાખીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લો. સ્વાદાનુસાર એમાં ખડી સાકર (Rock Sugar)નો ભૂકો કે દળેલી ખાંડ ઉમેરો.

6. સાકર ઓગળે અને પાકી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને રાંધી લો.

7. હવે એમાં એક કપ પાણી (આમળા બાફેલું પાણી પણ ઉમેરી શકો) ઉમેરીને હલાવી લો એને મિડીયમ ફ્લૅમ પર પકાવી લો.

8. 10-15 મિનિટમાં મુરબ્બો ઘટ્ટ બની જશે અને સ્વાદમાં પણ બહેતરીન બનશે. આ તૈયાર આમળાના મુરબ્બાને તમે ગરમા-ગરમ પણ સર્વ કરી શકો છો અથવા તો ઠંડો કરીને એક કાચના જારમાં ભરી લો અને તમે ઘણા દિવસ સુધી એનો આસ્વાદ માણી શકશો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: આ પાંચ હૅલ્ધી ફુડ બાળકો માટે છે ઝેરસમાન! કેટલી વય સુધી ન આપવા જોઇએ, એ વિશે જાણીશું…