Lifestyle: છોડમાં ઘણી વાર સફેદ-ચીકણા જીવડાં (White-Sticky Bug) લાગી જાય છે. આપણે એને ઓળખી શકતા નથી અને આ મિલીબગ નામના જીવડાં તમારા પ્રિય છોડ (Plant)ને પૂર્ણ રીતે નષ્ટ કરી દે છે! આ જીવાતના આતંકથી છૂટકારો મેળવવા માટે ગાર્ડનિંગ એક્સપર્ટદ્વારા માત્ર 1 રુપિયાના ખર્ચે, હા તમે બરાબર વાંચ્યું…માત્ર 1 રુપિયાના ખર્ચ વાળી ટ્રિક (Gardening Trick) દર્શાવવામાં આવી છે.
જાસૂદ અને લીંબુ (Lemon Plant, Hibiscus Plant) જેવા છોડને મોટા ભાગે મિલીબગ (Mealybug) નામના જીવડાં હુમલો કરીને નુકસાન પહોંચાડે છે અને ઘણી વાર ફૂલેલા- ફાલેલા છોડનો નાશ પણ કરી દે છે. આ જીવાત સફેદ રંગની અને ચીકાશ ધરાવતું કીટક છે જે છોડના રસને ચૂસીને એમને નબળા બનાવી દે છે. આના પરિણામે પાંદડાં (Leaves) પીળા પડી જાય છે અને ફૂલ ઉગતાં બંધ થઇ જાય છે. જો કે, એક્સપર્ટે એનું સસ્તું અને સરળ સમાધાન પણ બતાવ્યું છે. જેનાથી ભવિષ્યમાં પણ એનો હુમલો ન થાય!

1 રુપિયા વાળો ઉપાય
મિલીબગને દૂર કરવા માટે સૌથી ઝડપી અને સસ્તી ટ્રિક છે શૅમ્પૂ! શૅમ્પૂ (Shampoo)માં રહેલા રસાયણો મિલીબગની બહારના સ્તરને ઓગાળી દે છે જેથી એ તરત જ મરી જાય છે. આ માટે તમારે 1 રુપિયાવાળું શૅમ્પૂનું પાઉચ, એક સ્પ્રે બોટલ અને પાણી…બસ આટલી વસ્તુઓની આવશ્યકતા રહેશે. એક સ્પ્રે બોટલમા અડધું શેમ્પૂ નાખીને એને પાણીથી ભરી દે અને સરસ રીતે હલાવી લો જેથી ફીણ વળી જાય!

વપરાશની પદ્ધતિ
આ મિશ્રણને છોડના એ તમામ ભાગ પર સ્પ્રે (Spray) કરી દો જ્યાં-જ્યાં મિલીબગ લાગેલી હોય, વિશેષ કરીને ડાળીઓ અને પાંદડાના સાંધા પર સ્પ્રે કરવું. આ છંટકાવ પછી છોડને 2 થી 3 કલાક માટે એમ જ રહેવા દો. આ સમય દરમિયાન, મિલીબગ જીવાત પૂર્ણ રીતે નષ્ટ થઇ જશે! આ સમયાવધિ બાદ, છોડને સ્વચ્છ પાણીથી નવડાવી દેવો જેથી શૅમ્પૂ દૂર થઇ જાય.

ફૂલો ઉગવાનો સમય મહત્વપૂર્ણ
ગાર્ડનિંગ એક્સપર્ટ જણાવે છે કે, મિલીબગનો હુમલો ત્યારે જ તીવ્ર પણે થાય છે જ્યારે ફૂલો ઉગવાનો સમય (Flowering Time) થાય! આ દરમિયાન, છોડમાં નવો અને સૉફ્ટ ગ્રોથ થાય છે જે આ કીટકોને સૌથી વધુ આકર્ષે છે. ફૂલો ઉગવાના સમયે છોડમાં પોષક તત્વો ઘણા વધી જાય છે અને એ ખાવા માટે આ મિલીબગ ઝડપથી પ્રજનન કરે છે અને છોડમાં ફેલાઇ જાય છે!
આ જ કારણસર, તમારે ફૂલો ઉગવાના સમયે દર 10-15 દિવસે છોડની કાળજીપૂર્વક તપાસ કરતાં રહેવું જોઇએ.
આ જ પ્રમાણે તમે લીમડાંનો રસ કાઢીને પાણીમાં ભેળવીને એનો પણ છંટકાવ કરી શકો છો. આ પ્રયોગ પણ અત્યંત અસરકારક સિદ્ધ થાય છે.
આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…
આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને
